Abtak Media Google News

જીલ્લા કલેકટર તંત્ર અને ઇન્ડેક્ષ સી દ્વારા તા. ૨૫ થી ૩૧ સુધી આયોજીત હસ્તકલા પર્વનું ગઇકાલે સમાપન થયું હતું. સમાપન પ્રસંગે જીલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે ૧પ૦ જેટલા હસ્ત કલાના કારીગર અને ફરજ પરના સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કલેકટર રેમ્યા મોહને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હસ્તકલા પર્વ એક અનોખો પ્રયત્ન હતો. અલગ અલગ ક્ષેત્રના હસ્તકલાના સૌથી બેસ્ટ એવોર્ડ વિજેતાઓને આમંત્રિત કરીને તેમનો ડેમો તથા સ્ટોલ મુકવામાં આવ્યા હતા. જે ખુબ જ સરસ આયોજન રહ્યું હતું. રાજકોટની પ્રજાએ બધાને ખુબ પ્રેમ અને સહકાર આપ્યો હતો. ખુબ વેચાણ પણ થયેલા છે. જેમાં અંદારે ૧ કરોડનો વેપાર કર્યો છે. ડાયરેકટ હસ્તકલાના બનાવનાર પાસેથી લઇએ તો વચ્ચેટીયાઓ દ્વારા જે શોષણ થાય છે તે ન થાય અને સાચી ઓરીજનલ વસ્તુ મળે આર્ટિસ્ટોની સાથે સાથે અધિકારીઓ પણ ૨૪+૭ કલાક અહીં કાર્યરત હતા તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સારો રિસ્પોન્સ જોઇને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના સહયોગથી આવા કાર્યક્રમો માટે સક્રીય રહેશું.

ર૬મી જાન્યુઆરીનાં સંદભે રાજકક્ષાની કાર્યક્રમ રાજકોટ ખાતે થવાનો હતો ત્યારે એ સલામતીની દ્રષ્ટિએ એનડીઆરએફ ની આખી ટીમ અહીં આવી હતી. એ લોકોના ફ્રી સમયમાં અહીયા હસ્તકલામાં જગ્યા ફાળવીને એ લોકોને બધી બાબતોમાં અર્વરનેશ કરતા હતા. એ ટીમને પણ સન્માનીત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.