Abtak Media Google News

ટૂરિસ્ટ વિઝા પર આવતી થાઇલેન્ડ અને રશિયન યુવતીઓને દેહના સોદાની પડાતી ફરજની ચોકાવનારી વિગતોની ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલા ઘટ્ટસ્ફોટથી તંત્રમાં દોડધામ મચી ગઇ: છડે ચોક ચાલતા કુટણખાના બંધ થયા: ‘અબતક’ના સમાજ લક્ષી અભિયાનને ભદ્ર સમાજ દ્વારા મળ્યો આવકાર

 

શહેરમાં ઠેર ઠેર શરૂ થયેલા સ્પા-મસાજના ઓઠા તળે ચાલતા છડે ચોક કુટણખાનાથી સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકી ગયું છે. સ્પામાં મસાજ કરાવવા જતા રંગીન મિજાજીનો શોખ પુરો કરવા થાઇલેન્ડ અને રસિયન યુવતીઓને દેહના સોદા કરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ઉઠેલી ફરિયાદ અંગે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં કેટલીક ચોકાવનારી વિગતોનો ઘટ્ટસ્ફોટ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને છડે ચોક ચાલતા કૂટણખાના બંધ કરાવવાની ફરજ પાડી હતી. ‘અબતક’ના સમાજ લક્ષી અભિયાનનો ભદ્ર સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.

શહેરના તાલુકા પોલીસ મથક અને માલવીયાનગર પોલીસ મથકના ભદ્ર વિસ્તારમાં સ્પા શરૂ કરી ધનાઢય અને રંગીન મિજાજી યુવાનોને મોહ ઝાળમાં ફસાવવા ચાલતા ગોરખ ધંધા અંગે અબતકના ધ્યાને આવેલી વિગતો મુજબ સ્પામાં થાઇલેન્ડ અને રસિયન યુવતીઓ પાસે ટૂરિસ્ટ વિઝા હોવા છતાં તેઓને કામ પર રાખી વિદેશી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી

થાઇલેન્ડ અને રસિયન યુવતીઓને સામાન્ય રકમ આપી તેની પાસે મનમાની કરાવી કાળી કમાણી કરાવતા ચોકાવનારી વિગતોનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.

થાઇલેન્ડ અને રસિયન યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવી સમાન્ય રકમ આપવામાં આવે છે અને સ્પાના (કુટણખાના) સંચાલક કાળી કમાણી કરતા હોવાની ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદના પગલે રાજયના ગૃહ વિભાગ દ્વારા સ્પાના ઓઠા તળે ચાલતી ગેરરીતી તાકીદે બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો હતો તેમ છતાં શહેરના પોલીસ તંત્ર સ્પાના સંચાલકોનો ઘૂમ્મટો તાણી લીધો હતો. પરંતુ ‘અબતક’ દ્વારા કરાયેલા પર્દાફાસથી પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી અને ઠેર ઠેર શરૂ થયેલા સ્પા બંધ કરાવી દીધા છે.

પોલીસના કેટલાક કર્મચારીઓ આર્થિક લાભ અને મોજશોખના કારણે ખરડાયેલા હોવાથી આંખ આડા કાન કરવા પડતા હતા પરંતુ પોલીસે ’અબતક’ના અહેવાલના પગલે ના છુટકે કડક કાર્યવાહી કરી સ્પાના ગોરખધંધા બંધ કરાવવા પડયા છે.

જયારે થાઇલેન્ડની યુવતીઓ બિઝનેશ વિઝા પર ભારતમાં આવ્યા બાદ રાજકોટના સ્પામાં કામે લાગ્યાનું બહાર આવ્યું હતું. રસિયન અને થાઇલેન્ડની યુવતીઓ સ્પામાં કામે લાગ્યા બાદ સ્પા સંચાલકો સવાર ૧૧ થી રાતના આઠ વાગ્યા સુધી વર્ક કરાવ્યા બાદ તમામને ચોક્કસ જગ્યાએ છુપાવવામાં આવતી હોવાનું અને કોઇ સાથે અંગત સંબંધો ન રાખે તે અંગેનું સ્પા સંચાલકો ખાસ ધ્યાન રાખતા હોય છે. પોલીસે સ્પાના ગોરખધંધા બંધ કરાવતા ‘અબતક’ના અભિયાનને ભદ્ર સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.