Abtak Media Google News

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તા.૩ને ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે

૩જીએ ડીસા(બનાસકાંઠા જિલ્લો) પાટણ ૪થી એ મહેસાણા(મહેસાણા જિલ્લો) અને કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા-મહાનગર, તેમજ ૫ સપ્ટેમ્બરે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા અને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સો તેમજ વિવિધ સામાજીક-ધાર્મિક-સહકારી અને વેપાર-ઉદ્યોગ જગતના આગેવાનો સો બેઠક કરશે

ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસ વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને પ્રદેશમંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્તિ રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ૩,૪,૫ સપ્ટેમ્બર ૨૦૨૦ ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસે જશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તા.૦૩-૦૯-૨૦૨૦, ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરીને તેમના પ્રવાસની શરૂઆત કરશે.

આ ત્રીદિવસીય સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન તેઓ તબક્કાવાર રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લા-મહાનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત કરશે જ્યાં નિર્ધારિત સ્ળોએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભાજપા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવશે.

કે.સી.પટેલે જણાવ્યું હતું કે, આ સંગઠનાત્મક પ્રવાસ દરમીયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તા. ૩ સપ્ટેમ્બરે ડીસા(બનાસકાંઠા જિલ્લો) અને પાટણ(પાટણ જિલ્લો) ખાતે , ૪ સપ્ટેમ્બરે મહેસાણા (મહેસાણા જિલ્લો) અને કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા-મહાનગર, તેમજ ૫ સપ્ટેમ્બરે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા અને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સંગઠનના હોદ્દેદારઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સો બેઠક યોજી માર્ગદર્શન આપવા ઉપરાંત વિવિધ સામાજીક-ધાર્મિક-સહકારી અને વેપાર-ઉદ્યોગ જગતના આગેવાનો સો પણ બેઠક કરશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતના આ ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘રાણી ની વાવ’ની મુલાકાત કરશે તેમજ અંબાજી ઉપરાંત  ઉમિયા માતાજી મંદિર -ઉંઝા, વીર માયાની ટેકરી-પાટણ અને નગરદેવી કાલિકા માં-પાટણ, ખાતે પણ દર્શન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.