સી.આર પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા

નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા. આમ હવે સી.આર.પાટીલ જીતુ વાઘાણીનું સ્થાન લેશે. આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પુરો થઈ ગયો છે.

જો કે ત્યાર બાદ અનેકવાર સંગઠનમાં ફેરફારોની અટકળો વહેતી થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે.

Loading...