Abtak Media Google News

અમરેલીના અરજણસુખ ગામના ખેડુતે જીરો બજેટમાં ૧૦ વિઘામાં શેરડીનું વાવેતર કર્યું

અમરેલી જિલ્લાના અરજણસુખ ગામનો રહેવાસી ખેડૂત હિતેશભાઈ વાગડીયા આ વાતને સાબિત કરી બતાવી છે આ ખેડૂતે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી પધ્ધતિથી ૧૦ વિઘામાં શેરડીનું વાવેતર અપનાવ્યુ છે આ વાવેતર આ પદ્ધતિ ડો.સાવલિયા સાહેબ તેમજ જે.પી.કોટડીયાના માર્ગદર્શન હેઠળ વાવેતર કરેલ જેમાં તેમણે માત્ર ગાયથી પિયત અથવા બિનપિયત ૧૦ વિઘા જમીનમાં એકપણ રૃપિયાના ખર્ચ વગર ખેતી કરી શકાય છે.

તેવો દાવો કરી રહ્યા છે અને સીબીર નું આયોજન કર્યું જેને લઈને પોતાને ફાયદો થાઇ રહ્યો છે તે બીજા ખેડુંતોને થાય તેની વાડીએ આજે અરજણસુખ ગામે યોજાયેલા ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીના શિબીરમાં ડો.સાવલિયા સાહેબ અને જે.પી.પટોળીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશના ખેડૂતો ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી પધ્ધતિ અપનાવે તે તરફ પ્રયાસ કરી રહ્યા છે

23915361552610041536615171 5807શિબિરમાં ડો.સાવલિયા સાહેબે જણાવ્યુકે, તેમણે વિકસાવેલી ખેત પધ્ધતિ પૌરાણીક નહી પરંતુ આધુનિક છે. જેમાં માત્ર એક ગાયની જરૃર છે ગાયને ડો.સાવલિયાએ ગુજરાતની શાન ગણાવી છે તેઓએ ઉમેર્યુ કે કૃષિને બચાવવી હોય તો ગાયને બચાવવી પડશે ગાયના ગોબરમાં રહેલી શક્તિને પીછાણી તેના આઘારે જીવામૃત તૈયાર થાય છે તે ખેતપાકો માટે આશીર્વાદરૃપ હોવાનું જણાવ્યું છે તેઓએ આ જીવામૃતના ઉપયોગથી હિતેશ વાગડીયાએ ખેત ઉત્પાદનમાં સારૂ પરિણામ મેળવ્યું છે.

આ પધ્ધતિથી વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે. જ્યારે તેમણે વિકસાવેલી ખેતી પધ્ધતિથી વાતાવરણને પણ કોઇ જ નુકશાન કરતું નથી. સમગ્ર ખેતીપધ્ધતિ કુદરત આધારિત છે. તેઓએ જણાવ્યુકે, વિશ્વભરમાં કૃષિક્ષેત્રે ખુબજ સમસ્યા છે. ખાદ્યસુરક્ષા વૈશ્વિક પ્રશ્ન છે બીજીતરફ દેશમાં કૃષિ ઉત્પાદન અને જમીનો ઘટી રહી છે. રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓએ દાટ વાળ્યો છે. દેશનું કૃષિ ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે દેશમાં માત્ર ખેતીલાયક જમીનો બચી છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી ઉત્પાદન ઘટતુ જાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.