Abtak Media Google News

કુદરતી આફતના સંભવીત કચ્ચર ઘાણમાં ગાયો-પશુધનના જાન પર ખતરાનું જોખમ !

ગુજરાતમાં ભયાનક વાવાઝોડાનું અને તાફોની વરસાદનું જોખમ તોપાઈ રહ્યું છે. આગાહી અનુસાર આ વાવાઝોડું જામ-માલની અણધારી ખુવારી સર્જી શકે તેમ છે. જો તોફાની પવન, અનરાધાર વરસાદ અને હોનારત સ્વરૂપની તારાજી  સર્જાય તો વીજળીના થાંભલા અને વૃક્ષો જમીન દોસ્ત બની શકે , અંધાર પટનું સામ્રાજય સર્જી શકે, ટ્રાફિક-વ્યવહાર થંભાવી દઈ શકે અને જાતજાતની કદરૂપી હાલાકીઓ પણ સર્જી શકે !  આ ઝાઝા વાતની હારમી થપાટ જે કરચર ધાણ અને બિનાશક તારાજી સર્જીય તેમાં ગાયો તથા પશુધનનો સમાવેશ થયા વિના રહે નહિ.

પશુધનને રક્ષવાસી કામગીરી ત્રાહિમામ્ પોકારાળે તેવી કારમી બની જઈ શકે ! ઉંડો વિચાર કરતાં ગાય, પાણી, જમીન અને જંગલ બચાવવા માટે ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૯ થી ૧૭ મી જામ્યુઆરી ૨૦૧૦ સુધી વિશ્ર્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા થશે. તેનો શુભારંભ વિજયાદશમીએ કુરૂક્ષેત્રમાં અને સમાપન ૧૭ મી જાન્યુઆરીએ નાગપુરમાં થશે. તેના વિશે ૨૨ મી માર્ચે ૨૦૦૯ ના અંકમાં એક વિસ્તૃત લેખ પ્રકાશીત થયો છે. આ અંકમાં યાત્રાના રાષ્ટ્રીય સચિવ શ્રી શંકરલાલ ગાયનું મહત્વ બતાવે છે.  આજે ગાયને આપણે દુધ આપનાર સાઘન માત્ર ગણ્યુ છે. તેથી જયારે તે દુધ નથી આપતી ત્યારે તેને કાંતો ઘરમાઠથી કાઢી મુકવામાં આવે છે અથવા વેચી નાખવામાં આવે છે. ઘરડી અને દુધ ન દેનારી ગાય આપણને બોજ લાગે છે. જયારે વાસ્તવીકતા એ નથી. દુધ તો ગૌણ છે. અસલી ચીજ છાણ અને ગૌમુત્ર છે. જન્મથી મૃત્યુ પર્યત દરેક ગાય છાણ મુત્ર તો આપે જ છે. તેથી આપણા શ્રેષ્ઠ પુરૂષોએ કહ્યું છે કે છાણમાં લક્ષ્મીનો વાસ છે. તેથી દેશને સ્વાવલંબી બનાવવા માટે ગાય ખુબ આવશ્યક છે. આજે રસાયણીક ખાતર સરકાર જેટલી સહાયતા રસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ માટે આપે છે તેના ચોથા ભાગની સહાયતા જો ગાય માતાની મદદ માટે આપે તો આ દેશ પાંચ વર્ષમાં અનાજ, શાક, દુધ, ફળ વગેરેથી આત્મનિર્ભર બની જશે.

પર્યાવરણ રક્ષા:-વાતાવરણને સ્વચ્છ રાખવા છાણ, ગૌમુત્ર અને ગાયના ઘીનું મહત્વપુર્ણ યોગદાન છે. એ પ્રમાણીત થયેલ છે કે એક તોલા ઘી થી યજ્ઞ કરવાથી એક ટન ઓકિસજન બને છે. જે ઓઝોનના પડને મજબુત કરવામાં મદદ કરે છે. હવે કેટલાય દેશોમાં અગ્નિહોત્ર યજ્ઞ આરંભ થઈ ચુકયા છે. તેથી બે ચમચી ચોખા અને થોડું ઘી આશ્ર્ચર્યજનક પરીણામ આપે છે.

જંગલ રક્ષા:-આજે જંગલ બચાવવા માટે પણ ગાય જરૂરી છે. ગાય ચરે છે પણ સંપુર્ણ છોડને ખાતી નથી. તેના છાણમાં ગયેલા બીજને કારણે જંગલમાં નવા નવા છોડ તેની જાતે જ વિકસિત થાય છે.

પક્ષીઓની રક્ષા:-આજે જુદી જુદી જાતના પક્ષીઓ નષ્ટ થઈ રહ્યા છે. જયારે પક્ષીઓ પ્રકૃતિને સંતુલીત કરે છે. જેમ કે ગીધ, સમડી વગેરે રસાયણીક ખાતરથી પાક ઝહેરીલો બને છે અને આ પાક ખાવાથી પશુઓનું માંસ પણ ઝેરીલું બની રહે છે. આમ આવું ઝેરીલું માંસ ખાઈને ગીધ, સમડી જેવા પક્ષીઓ નષ્ટ થઈ રહ્યા છે. એટલે તેઓને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. માણસો પણ રસાયણીક ખાતર અને જંતુનાશક દવાને કારણે કેટલીય બીમારીઓના શિકાર બની રહ્યા છે. જેમ કે કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ, બ્લડપ્રેશર વધવું વગેરે. આ બધાથી બચવાનો એક માત્ર ઉપાય છે દુધ, દહીં, ઘી નો ઉપયોગ.

જલ રક્ષા:-રસાયણીક ખાતરના કારણે પાણી પણ અશુદ્ધ બની રહ્યુ છે અને તેનું સ્તર પણ નીચે જઈ રહ્યુ છે. રસાયણીક ખાતરમાં ચાર તત્વ હોય છે. અને બાકીના બાર તત્વ તે જમીનમાંથી લે છે. જમીનમાંથી જયારે આ તત્વ તે જમીનમાંથી લે છે. જમીનમાંથી જયારે આ તત્વ ગાયબ થઈ જાય છે ત્યારે તે બંજર અને કઠોર બની જાય છે. તેથી વરસાદનું પાણી જમીનમાં નથી ઉતરતું. શહેરમાં મોટાભાગની જમીન સડકોને કારણે પાકી બનેલી હોય છે. તેથી શહેરોમાં વરસાદનું પાણી તો જમીનની અંદર થોડુંક જ જઈ શકે છે. એટલે ત્યાં પાણીનું સ્તર બહુ નીચું જઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ૧૦૦ ફુટની નીચે એક ફુટ પાણી જવામાં ૧ વર્ષનો સમય લાગે છે. જો આપણે ૫૦૦ ફુટ નીચેથી પાણી કાઢવામાં આવે તો તે ૫૦૦ વર્ષ જુનુ હોય છે. એટલે નળ પ્રદ્ધતિથી પાણી કાઢવા પર પ્રતિબંધ લાગવો જોઈએ. નહીં તો પીવાનું પાણી પણ નહીં મળે. તેથી પ્રાકૃતિક ખેતી થવી જોઈએ જેથી જમીન પડતર ન બને અને મનુષ્યથી લઈ પશુ-પક્ષી પણ સ્વસ્થ રહે. પંચગવ્યના પ્રયોગથી આપણે દેશને ઉન્નત બનાવી શકીએ છીએ. આજે દેશને વીજળીની સૌથી (સવિશેષ) વધુ જરૂરીયાત છે.ગાય ઉર્જાનું સર્વેાત્તમ અને સસ્તુ સાઘન છે. ગોબરગેસથી જનરેટર ચલાવીને આપણે તેલ વગર વીજળી પેદા કરી શકીએ છીએ. જયપુર, ભીલવાડા, જોધપુરમાં આવા જનરેટર ચાલે છે. ગોબરગેસમાંથી મીથેન જુદું પાડીને સી.એન.જી. ગેસ બનાવી વાહનો ચલાવી શકીએ છીએ. જેનો ૧ કિલોમીટરનો ખર્ચ ૫૦ પૈસા આવે છે. બળદ ગાડીના જનરેટર દ્વારા ખેડુત પોતાના ખેતરમાં વીજળી પેદા કરી શકે છે. ઘંટી, ફુટ્ટી મશીન, થ્રેસર ચલાવી શકાય છે. ખેતરમાં વીજળીના જોડાણની જરૂર પણ નથી પડતી. ખેડુત રસાયણીક ખાતર અને જંતુનાશક દવા વગર બે બળદ અને એક ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકે છે. ગાયના પંચગવ્ય પ્રયોગથી બધા જ પ્રકારના રોગ દુર કરી શકાય છે. બીકાનેર, જોધપુર, વલસાડ, બેંગ્લોર, નાગપુર અને અકોલામાં કેન્સર અને બીજા રોગોનો ઈલાજ છાણ અને ગૌમુત્રથી કરવામાં આવે છે. ભારત આખી દુનિયાને પ્રાકૃતિક  રૂપથી અનાજ ખવડાવી શકે છે. અત્યારે રશીયામાં ૧૭૦૮ મિલીયન ભુમીમાંથી ૧૨૬ મિલીયન હેકટર ભુમી ઉપજાઉ છે. બાકી પડતર અને બરફાચ્છાદિત છે ચીનમાં ૯૬૦ મિલીયન હેકટરમાંથી ૧૨૪ મિલીયન હેકટર, અમેરીકામાં ૯૩૬ મિલીયન હેકટરમાંથી ૧૭૭ મિલીયન હેકટર, બ્રાજીલમાં ૮૫૧ મિલિયન હેકટરમાંથી ૫૩ મિલિયન હેકટર ઉપજાઉ જમીન છે. પરંતુ ભારત પાસે ૩૨૮ મિલિયન હેકટરમાંથી ૧૯૦ મિલીયન હેકટર જમીન ઉપજાઉ જમીન છે એટલે કે ભારત પાસે સૌથી વધાર ઉપજાઉ જમીન છે. અંદાજ પ્રમાણે એક હેકટર જમીનમાં રવી અને ખરીફ પાકમાં ૬૦ દર વર્ષે ૧૧૪૦ કરોડ કવીંટલ અનાજ પકવી શકે છે. દુનિયામાં લગભગ ૬૦૦ કરોડ લોકો છે. આટલી સંખ્યાને એક વર્ષ માટે ૬૦૦ કરોડ કવીંટલ અનાજની જરૂર છે. જો ભારત ખરેખર દરવર્ષે ૧૧૪૦ કરોડ કવીન્ટલ અનાજ પકવે તો તે આખી દુનિયાને ખવડાવવા ઉપરાંત ૫૪૦ કવીંટલ અનાજ બચાવી શકે છે. તેનાથી દાળ, મસાલા, તેલ, શાકભાજી વગેરેની જરૂરતો પુરી થઈ શકે છે. અહીં તે જણાવવું જરૂરી છે કે અત્યારે પુરી દુનીયામાં લગભગ ૨૦૦ કરોડ લોકો માંસાહારી છે.

સન ૧૯૪૭માં ભારતમાં ૮૩ કરોડ ગૌધન હતુ અને સંખ્યા ૩૪ કરોડ હતી. એટલે કે લગભગ ૧૦૦ વ્યકિતએ ૧૨૦ ગૌધન હતુ. આજે સંખ્યા ૧૨૦ કરોડ છે અને ગાયો ફકત ૧૦ કરોડ બચી છે. રોજની લગભગ ૧ લાખ ગાયો કપાઈ રહી છે.જો આપણે ગાયને નહીં બચાવી શકીએ તો કેટલાક વર્ષ પછી તે આપણને પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળશે. આવી પરિસ્થિતી ન આવે તેથી વિશ્ર્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા આયોજીત થઈ રહી છે. આ આંકડાઓમાં વધારો થતો રહ્યો હોવાનો સંભવ છે. ભારત જેવા વિશાળ કદના દેશમાં વસ્તી વધારાને ન ગણ્ય રાખી શકય નહિ એક અબજ ૨૦ કરોડની સંખ્યાથી વધુ વસ્તી ધરાવતો આ દેશ જો અન્ન અને ખાદ્ય ચીજોનાં ઉત્પાદન તથા ઉપોભગ અંગે સતત સાત અને સાવધ ન રહે અને ઉચીત પગલાં ન લેવાય તો દેશના કોઈપણ ખુણે ભુખમરો તેમજ દયામણાં દ્રશ્યો નિહાળવાનો વખત આવી શકે છે એ ભુલવા જેવું નથી

ગાયો અને પશુધન આ દેશની અનેક રીતે મહામોંધી સંપતિ છે. ગાયો અને પુશધન બચશે તો જ આપણો દેશ બચી શકશે એ વારી આવે માટે પ્રધાનમંડળમાં ખાસ સ્વતંત્ર દફતર હોય તો તે ડહાપણભર્યુ લેખાશે. વરસાદી મોસમમાં બહાર નીકળવાનું દુષ્કર બની રહેતુ હોય છે અને વ્યવસાયી લોકોને ઘર અને વ્યવસાયી સ્થાન સિવાય, બીજે કયાંય જવાનું રૂચતુ નથી. આમ સૌ વરસાદના દિવસોમાં, એક રીતે કહીએ તો બંધિયાર બની જાય છે.

વરસાદ જાય અને ભાદરવો મહિનો આવે કે ઉઘાડ થવા લાગે. પણ હજુય વરસાદના કાદવ કીચડનો અવશેષ તો દેખાવાનો જ ભાદરવાનો પ્રખર તડકો પડે અને એ કાદવ કીચડ સુકાઈ જાય ત્યારે જ સૌને બહાર નીકળવાનું મન થતુ હોય છે.

શરદ ઋતુ આવે, આસો મહિનો આવે, ખેડુતોનું અનાજ તૈયાર થઈ જાય એટલે તેઓ ય મુક્ત બને અને વ્યવસાયી લોકો ય બહાર જવા માટે છુટા થાય, એટલે માતાજીની આરાધનાના દિવસો આવી જાય. સોનું મન માતાજીના ગરબા-ગરબી રાસ ગાવા થનગની ઉઠે અને જોતજોતામાં એ નવ દિવસો ય પુરા થઈ જાય.

ભારતીય સંસ્કૃતી તો છે. ઉપવન સંસ્કૃતિ, જેમ એપ્રિલ મહિનામાં, કામકાજમાંથી મુકત બનતાં જ કોયલનો ટહુકાર સંભળાય અને સૌ વસંતોત્સવમાં કેસુડાના કેસરીયા રંગમાં રંગાઈ જાય અને હોળીનો તહેવાર તનમનથી માણી રહે તેમજ આસો મહિનો આવે ન ગરમી કે ન અતિ ઠંડી, એવી ખુશનુમા હવા હોય ત્યારે ય સૌના તનમનને ય હિલોળે ચઢાવે અને ગરબામાં સૌ મસ્ત બની જાય એ દસ દિવસ પુરાથઈ જાય પણ હજુય મનમાં ગરબાનો સુર ગુંજન કરે ચાલતા ચાલતાં પગથી  ઠેકો દેવાઈ જાય અને શરદની એ નિરભ્ર રાત્રીએ શરદ પુનમે આભથી નીતરતી એ ચાંદનીમાં મમનો સુર અને તનનો તાલ લય સાધી નાચી ઉઠે. રાસ ગરબાની રમઝટને છેલ્લી ય રણઝણાવી રહે.  કહેવાય છષ કે શરદ પુર્ણિમાએ ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે અને ચંદ્રની શીતળતાને જીવનમાં ભરી લેવાનો જ જાણે આ તહેવાર છે એક માન્યતા છે કે લક્ષ્મી તે રાત્રીએ ફરવા નીકળે છે અને એથી સ્વચ્છ આંગણામાં, સુગંધી, લહેરખીમાં લક્ષ્મીને ય રોકાઈ જવાનું મન થઈ જાય એવું હવામાન પ્રસરાવવું જોઈએ.

પ્રકૃતિને માણવાના અવસરોમાં આ વસંત અને શરદ ભારતીય સંસ્કૃતિએ માનવ જીવનમાં ઓતપ્રોત બનાવી દીધો પર્યાવરણ બચાવો એવું કહ્યા વગર આ વિશેષતાને પિછાનીએ અને પ્રકૃતિને મન ભરીને માણીએ, એને પ્રદુષિત થતાં અટકાવીએ અલબત આમા ચોમાસાની ઋતુનો સમાવેશ કરવા જેવો છે. સંભવીત તોફાની વાવાઝોડાના પડકારને અને વરસાદના પડકારને ઝાલતી વખતે માનવજાતની સાથોસાથ પશુધન અને પર્યાવરણની રક્ષાને પણ્ર અગ્રતા આપીએ સોનું ભલુ લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.