કતલખાને ધકેલાતા ૪૩ અબોલ પશુને જોડીયા નજીકથી બચાવતા ગૌ સેવકો

મોરબીના ગૌ સેવકોએ જાનના જોખમે સેવા કરી

મોરબી શિવસેના, બજરંગ દલ સહિતની સંસ્થાઓના ગૌરક્ષકોની ટીમે જોડિયા નજીકથી પાડા ભરેલ વાહન ઝડપી લીધું હતું અને અબોલ જીવોને કતલખાને ધકેલાતા બચાવી લેવામાં આવ્યા હતા

મોરબી શિવસેના, બજરંગદળ તેમજ ગૌરક્ષક કમાન્ડો ફોર્સ મહાકાલ ગ્રુપ સહિતની સંસ્થાના ગૌરક્ષકોને બાતમી મળી હોય જેના આધારે જોડિયા ગામ નજીક જામ દુધઈ ગામ પાસે વોચમાં હોય દરમિયાન પસાર થતા વાહનને ઝડપી લેતા તેમાંથી કતલખાને ધકેલાતા ૪૩ પાડા મળી આવ્યા હતા જે અબોલ જીવોને કતલખાને ધકેલાતા બચાવી લેવાયા હતા તો ગૌરક્ષકોની ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ શિવસેના અને બજરંગદલના ગૌરક્ષકો કચ્છના ચિત્રોડ પાસે જે ગાડીનો પીછો કરતા હતા અને પાયલોટ કાર સાથે હોય જેને ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો તે સમયે નાસી જવામાં સફળ રહ્યા હતા જોકે આજે ગૌરક્ષકોની ટીમે જોડિયા નજીકથી ગાડી ઝડપી લીધી હતી

આ કાર્યને સફળ બનાવવા શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગદળ ઉપપ્રમુખ ચેતનભાઈ પાટડીયા, ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ, મહાકાલ ગ્રુપ મોરબીના વૈભવ પટેલ, પાર્થ પટેલ ઈશ્વરભાઈ જીતુભાઈ ચાવડા અને જીગ્નેશ મિસ્ત્રી તેમજ મોરબી અને જામનગર વિશ્વ હિંદુ પરિષદ તેમજ અખિલ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકો જોડાયેલ હતા.

Loading...