Abtak Media Google News

ગાયનું ઘી, ગોબર અને ગૌમુત્ર સાથે થોડી ઔષધિ બાળીને ધુમાડો કરવામાં આવે તો ઘણા વાયરસ નાશ પામે

કોરોના કાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પંચગવ્યમાંથી મેડિસીન બનાવવાના આયુષ મંત્રાલયના પ્રયાસો

પ્રશ્ન:- એક ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે છતાં પણ આજે ગાયને શું કામ ઉપેક્ષિત કે અવગણી છીએ ?

જવાબ:- છેલ્લા ૧૦૦૦ વર્ષની આપણી ગુલામી અને ખાસ કરીને અંગ્રેજી કાળ તે દરમિયાન આપણા અભ્યાસક્રમથી માંડી આપણી સંસ્કૃતિને ખતમ કરવાની વાતો ચાલી ત્યારે મેકોલીએ વાત કરી હતી કે હું ભારતીયને ફકત લોહી અને માસથી ભારતીય રહેવા માગું છું તેને માનસિક રીતે અંગ્રેજ બનાવવા માગું છું. ભારતીયતાનો નાશ કરવા માગું છું તે પ્રકારની સિસ્ટમ તૈયાર કરી. ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની આપણી ભારતીય સંસ્કૃતિ છે તેને નષ્ટ કરવાનો જે પ્રયાસો થયા તેમાનો એક પ્રયાસ ગૌસંસ્કૃતિને નષ્ટ કરવાનો હતો. ગાય એટલે વિશ્ર્વની માતા, ગાવ સર્વ સુદાહા, ગૌમયે વસતે લક્ષ્મીહી કે પછી પંચગવ્યએ બધી જે શાસ્ત્રોકત, આયુર્વેદિક વાતો કે સાંસ્કૃતિક વાતોને ભુલાવાનો પ્રયાસ થયો. આપણા વિઘ્વાનો, ઋષિમુનિઓ અને કથાકારોએ પણ કયાંક ગાયની અવગણના કરી જેને કારણે ગાયનું વૈજ્ઞાનિક, આર્થિક મહત્વ અને સાચુ મહત્વ કયાંક સાઈડમાં રહ્યું એક દેવતા એટલે જેનામાં સાત્વીક ગુણો છે. આપણે તેને વંદન કરીએ છીએ. ભગવાન કહીએ છીએ આવા ૩૩ કરોડ દેવતા ગાયમાં વાસ કરે છે તો કેટલા ગુણનો ભંડાર થાય છતાં પણ આજના સમયમાં ગાયની અવગણના થાય છે એટલે જ ગાયની આવી દુર્દશા થાય છે.

પ્રશ્ન:- આજની પરિસ્થિતિમાં શું સુધારો આવ્યો ?

જવાબ:- ગોધન એ રાષ્ટ્રધન છે. આપણા રાજા મહારાજા લાખો ગાયો રાખતા અને ભગવાન શ્રીરામ પણ દરરોજ ૧૦,૦૦૦ ગાયોનું દાન કરતા આ સિવાય ગરીબ ઋષિ મુનિ હોય કે બ્રાહ્મણ હોય પોતાના ઘરે ગાય રાખતા અને ગાયનું મહત્વ સમજતા ગાયનું દુધ, દહીં, ઘી, ગૌમુત્ર અને સહવાજને આપણા અગાઉના લોકો સમજયા હતા. એટલે જ ગૌધન કહેવાયું હવે આ વાતને ફરીથી ઉજાગર કરવાની છે. ગૌ સંસ્કૃતિનું પુન: સ્થાપન કરવાનું છે. ગૌસંસ્કૃતિ આધારીત આ કોરોના કાળ છે જે માણસે ટેકનોલોજી અને સાયન્સના આધારે કેદમાં પુરવાનો પ્રયત્ન કર્યો તે ખુદ આજ કેદમાં પુરાઈ ગયો કારણકે આપણે પ્રકૃતિને હાની પહોંચાડી.

પ્રશ્ન:- ગાયમાં એવી શું વિશેષતા છે કે ગાયનું મહત્વ આટલુ બધુ છે ?

જવાબ:- સમગ્ર સૃષ્ટિમાં ૫૫ હજાર જેટલા સ્તનવાળા પ્રાણીઓ છે બધાને દુધ હોય છે પણ ગાયનું દુધ બધામાં શ્રેષ્ઠ છે એટલે જ કહેવાય છે કે ગાયનું દુધ અમૃત છે તેમાં જે વિશેષતા અને ગુણધર્મ છે તે બાકીના પશુઓમાં નથી તેથી જ ગાયનું એક અલગ મહત્વ છે અને તેની પુન: પ્રતિષ્ઠાએ અમારું લક્ષ્ય છે.

પ્રશ્ન:- ગૌદ્રવ્યમાં શું રીસર્ચ થઈ રહી છે ?

જવાબ:- ટેકનોલોજી અને સાયન્સ દ્વારા ગાયમાં રહેલ દ્રવ્યોની સમાજ માટે ઉપયોગીતા તેમાં રહેલા ગુણધર્મો પર્યાવરણ રક્ષા માટે ઉપયોગીતા તેને ટેકનોલોજી અને સાયન્સ સાથે જોડીને મનુષ્ય માટે ઉપયોગ કરાય છે. આપણી સંસ્કૃતિમાં જયાં જે પણ સારી વસ્તુ છે તેને સ્વીકારવામાં આવે છે.

પ્રશ્ન:- પ્રાચીન ભારતના શાસ્ત્રોમાં કે આયુર્વેદમાં કેટલુ મહત્વ હતું અને આજે કઈ રીતે ઉપયોગી છે ?

જવાબ:- આયુર્વેદ સાચા અર્થમાં જીવનશાસ્ત્ર છે તે ફકત મનુષ્ય માટે નહી બધા વનસ્પતિ અને પ્રાણીઓ માટે પણ છે. પંચગવ્યમાં જે મેડિસીન બને છે તેની પણ આરોગ્યમાં ઉપયોગીતા છે આજે કોરોના કાળમાં કોઈ દવા કામ કરતી નથી પણ આયુર્વેદના શાસ્ત્રોમાં, ગં્રથોમાં અને પુરાણ શાસ્ત્રમાં લખ્યું છે. ગાયનું ઘી, ગોબર અને ગૌમુત્ર સાથે થોડી ઔષધીને બાળીને ધુમાડો કરવામાં આવે તો ઘણા વાયરસ નાશ પામે છે અને મનુષ્યને નુકસાન કરતા નથી આવા દ્રશ્યોનો ઉપયોગ આયુર્વેદ એ કર્યો છે. આવનારી પેઢીમાં રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ જેવા બાળકો થાય તે માટે આયુર્વેદમાં બતાવ્યા મુજબ ધર્મસંસ્કાર આપવામાં આવે અને એમાં પંચગવ્યનો ઉપયોગ અને બાળક ક્રાંતીવાન, શોર્યવાન બને તે માટે ગાયના ઉપયોગીતામાં જોડીને ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના આધારે રીસર્ચ દ્વારા સ્થાપિત પણ કરીશું અને રોગ ભોગ્ય બનાવીશું.

પ્રશ્ન:- પંચગવ્યના ઉપયોગથી કોરોના વેકસીન બની શકે તે વાત કેટલી સત્ય છે ?

જવાબ:- આખુ વિશ્ર્વ કોરોના વેકસીનની તૈયારી કરી રહ્યું છે. વાયરસના સ્વરૂપો બદલતા જાય છે. ગુણધર્મો બદલી રહ્યા છે પણ આ વાયરસ મ્હાત આપવા માટે આયુર્વેદ અને પંચગવ્યમાં જે શકિત છે તેનું સંશોધન થઈ રહ્યું છે. ભારત સરકારનું આયુષ ડિપાર્ટમેન્ટ છે અને ડબલ્યુએચઓ પણ હવે તૈયાર થયું છે કે જે ટ્રેડીશનલ મેડીસીન છે તેને આ વાયરસને ખતમ કરવામાં એન્ટી વાયરલ તરીકે ઉપયોગ કરીએ તો કેવા પરીણામ આવે તેવા પ્રયોગો ચાલી રહ્યા છે અત્યારે કોરોનાના દર્દીઓને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવે છે અને રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ગાયનું ઘી, ગૌમુત્ર અને ગોબરથી આવનારા સમયમાં મેડિસીન બને તે માટે આયુષ મંત્રાલય દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે અમે પણ રાજકોટમાં આ પ્રકારનો એક પ્રયોગ કર્યો છે.

પ્રશ્ન:- આજે લોકો આયુર્વેદની અવગણના કરી રહ્યા છે કે આયુર્વેદ લાંબા સમયે સાારવાર આપે છે શું કહેશો ?

જવાબ:- જેમ ગાયને અવગણતા તેમ આયુર્વેદને પણ હવે અવગણે છે. પહેલા આયુર્વેદમાં એક ચમકી કે ઉકાળાથી ઈલાજ થતો જયારે હવે કેપ્સુલ, ટેબલેટ, સીરપ અને ઈન્જેકશનના રૂપમાં જોવા મળે છે લોકોને આજની ભાષામાં સમજવું જરૂરી છે. શાસ્ત્રોકત ભાષામાં સમજાવું જરૂરી છે. શાસ્ત્રોકત ભાષામાં સમજાતું નથી. લોકોને કહેવું પડશે કે આ દવા આપી પછી તમારા રીપોર્ટ જોવો અને તેના આધારે કેટલો ફાયદો થયો તે ખબર પડી જશે. આયુર્વેદમાં અઢળક દવાઓ છે. ભલે પછી કેન્સર હોય કે ડાયાબીટીસ હોય પણ આજના સમયમાં સાયન્સ અને ટેકનોલોજીના આધારે જોખવા પડે અને તેના આધારે દવા બનાવીને આપવામાં આવે તો લોકોના મનમાં જે અવગણના છે તે દૂર થાય. આવનારા સમયમાં લોકોને આયુર્વેદ, પંચગવ્ય અને સંસ્કૃતિ તરફ વાળવા પડશે તે માટે અમારો સમગ્ર પ્રયાસ છે.

પ્રશ્ન:- પ્રાચીન ભારતમાં આવા વાયરસ આવતા અને આવતા તો તેની સારવાર કેમ કરવામાં આવતી ?

જવાબ:- આ બ્રહ્માંડ ભગવાનની લીલા છે ત્યારે આ વિશ્ર્વમાં જન્મ મૃત્યુ, પડાવ-ઉઠાવ આ બધુ ચાલ્યા રાખે છે. વિસર્જન અને વિનાશના ભાગરૂપે આવા રોગ થતા હતા. હજુ કદાચ નવા વાયરસ પણ આવે આજે બાયોલોજીકલ વોર છે. આવનારા દિવસોમાં કેમીકલ વોર પણ આવી શકે. આ બધાથી મનુષ્ય જાતે સારા કાર્ય કરવું પહશે. સમગ્ર વિશ્ર્વ પાછુ વિચારવું પડશે તો જ આ મનુષ્ય જાતી બચી શકશે.

પ્રશ્ન:- આજના સમયમાં લોકોની દીનચર્યા બદલી રહી છે તે માટે લોકો આજે હેરાન થઈ રહ્યાં છે ?

જવાબ:- આપણી સંસ્કૃતિમાં ખોરાકથી લઈને શરીર સ્વસ્થ રહે તે માટેના ખુબ મહત્વ છે. લોકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તે પછી ધ્યાન, યોગા કરતા ભૂલી ગયા છે અને ફ્રીજની વસ્તુઓ અને બહારની વસ્તુઓને ખાવાથી ખૂબ રોગો વધ્યા છે. આપણી ભારતીય ભોજન વ્યવસ્થા શ્રેષ્ઠ છે. આપણું રસોડું હરતું ફરતું ઔષધાલય છે જેને આપણે ભૂલી ગયા અને ફાસ્ટફૂડ ઉપર આવી ગયા. કોરોના કાળમાં ઈશ્ર્વરે ઈશારો કરીને અવસર આપ્યો છે કે, બહારની વસ્તુઓ કરતા પોતાના માતા અને બહેનના હાથની બનાવેલી વાનગી ખાવી તે ખૂબ સારી છે.

પ્રશ્ન:- કોરોનાના કેસ વધી રહ્યાં છે તો શું એવું કહી શકાય કે આપણે આપણી ક્ષમતાને ઓળખવામાં ક્યાંક ભૂલ કરી રહ્યાં છીએ ?

જવાબ:- ક્ષમતા કરતા લોકોમાં વધારે વિશ્ર્વાસ જોવા મળષ છે. જનતાને એવું લાગ્યું કે લોકડાઉન પૂરું થઈ ગયું છે. બધા બધુ જાણી ગયા છીએ. બધા જ પ્રકારના તંત્ર કામે લાગ્યા પરંતુ અનલોક કરવામાં આવ્યું પછી કોઈએ તેને માન્ય ન રાખ્યું અને અવગણના કરી જેથી કેસો વધ્યા છે. જ્યાં સુધી લોકો પોતાના કુટુંબનું ધ્યાન રાખતા નહીં સમજે ત્યાં સુધી આ તકલીફ રહેશે. આગામી વસ્તી પ્રમાણે આપણે સારું કંટ્રોલ કરી શકયા છીએ.

પ્રશ્ન:- ગાયોની ઘણી જાતો છે તે તેમનું શું અલગ અલગ મહત્વ છે ?

જવાબ:- આપણા ભારત દેશમાં ગાયોની ૫૦ જેટલી જાત છે સરકાર દ્વારા ઓળખ થઈ ગઈ છે. કાશ્મીરમાં સાહીવાલ, હીમાચલની ગૌરી, હરીયાણામાં હરીયાણવી,  રાજસ્થાનમાં કાકરેજ, રાખી, ગુજરાતમાં ગીર, ડાંગી, મહારાષ્ટ્રમાં માલવી, સાઉથમાં કૃષ્ણામહલ, કાંગાયમ, ખીલ્લાર, આસામાની સીરી, યુપીમાં ગંગા તીરી જેવી અલગ અલગ ૫૦થી વધારે જાતી છે જેના અલગ અલગ ગુણધર્મો છે. પહાડમાં જે ગાયો છે તેનું દૂધ શ્રેષ્ઠ અને ઔષધીયુક્ત દૂધ છે. કેરળની ગાય ૨ લીટર દૂધ આપે છે. પણ તે ૨૦૦ રૂપિયા લીટરે વેંચાય છે. કારણ કે, તેમાં ઔષધી તત્ત્વો છે. આ વાતને ધ્યાનમાં રાખી ભારત સરકારે રાષ્ટ્રીય ગાય ધેનુ આરોગના મારફત થી આજાતીને વિકસીત કરવાનું શરૂ કર્યું છે. આરોગ્યનું ધ્યાનમાં રાખીને દૂધ વધારવાના પ્રયત્નો કરવા આ ઉપરાંત તેનું ગૌમુત્ર અને ગોબરનું સંશોધન અને ઉપયોગીતાને ધ્યાનમાં રાખી તેનું મહત્વ સ્થાપિત કરવું અને સમાજમાં ઉપયોગીતા લોકો કઈ રીતે તેનો ઉપયોગ કરી શકે અને જાતિ પ્રસ્થાપિત થાય તે બધુ કામ કરી રહ્યાં છીએ.

પ્રશ્ન:- લોકોને ગીર ગાય વિશે અજ્ઞાનતા છે તેવું કહી શકાય ?

જવાબ:- આ ફકત ગીર ગાય નહીં પરંતુ આખા ભારતની ગાયોની આ વાત છે. ગીર ગાય તો આપણું એક આભૂષણ કહી શકાય. આ ગાય એવી છે જે ૪૫ ડિગ્રી તડકો પણ સહન કરી શકે અને માઈન્સ ૫ ડિગ્રી હોય તો પણ તે રહી શકે તેની શરીરની રચના એવી છે કે, તે સરખી રીતે પોતાનું જીવન પસાર કરી શકે તેનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષ છે. ૧૨ થી ૧૮ વખત વાછરડાને જન્મ આપી શકે છે. દર વર્ષે ગાયના ગોબરમાંથી જે બાયો ગેસ બને છે. તેમાં ૩૦૦ કરોડથી વધારે બેકટેરીયા એક ગ્રામમાં હોય છે અને તે જમીનને પોષક હોય છે. ઓર્ગેનિક ખેતીમાં પણ દેશી ગાયોનું ગોબર ઉપયોગી છે અને મહત્વનું છે. આ સમજાવવાનું કામ અમે શરૂ કરી રહ્યાં છીએ.

પ્રશ્ન:- ઘરગથ્થુ વસ્તુ બનાવવામાં કઈ રીતે ઉપયોગી ?

જવાબ:- ગોબરની આઈટમ ઘરે બનાવવાથી મહિલાઓને રોજગાર અને આપણી રુરલ ઈકોનોમી ડેવલોપ થાય દૂધ ન આપતી ગાય પણ ગૌમૂત્ર અને ગોબર તો જીવનભર આપે જ છે ત્યારે ગાય કતલખાને જાય તે આપણી સંસ્કૃતિને શોભાયમાન નથી તો ગાય પાળવી કેવી રીતે ગાય દોવા ન દે તેવા સમય ગાયના ગૌમૂત્ર, ગોબરનું મહત્વ સમજાય. ગોબરમાંથી કાગળ બને છે. આ સીવાય દીવાળી ઉપર દીવા, લક્ષ્મીજી, શુભ લાભ જેવી વસ્તુઓ બને છે. જેથી લોકોને રોજગારીની તકો પણ ઉભી થાય.

લોકોએ પણ આ વસ્તુની ખરીદી કરળ જોઇએ અને પર્યાવરણને ફાયદો થશે અને કયાંક ને કયાંક ગૌ સેવા પણ કરી શકાય તેના માટે અભ્યાસ શરૂ કર્યો છે ગૌમલી દીપાવલી જે આ વર્ષે દિવાળી ઉપર આવી વસ્તુ ખરીદે તેવુ અમારૂ લક્ષ્ય છે.

પ્રશ્ન:- જે સામાન્ય માણસે ગાય રાખી છે તે માટે ઘાસની વ્યવસ્થા શું છે?

જવાબ:- ગાયને તો આપણા ઘરનુ અવિભાજય અંગ ગણ્યુ જોઇએ આપણા દેશમા ગૌચર જમીન નીમ થયેલી છે. તેને ડેવલોપમેન્ટ કરવાનો અભ્યાન ચાલે છે જો ગાય ઘરમા રાખે તો દૂધની આવક થાય ઘી નુ મહતવ મળવુ જોઇએ ગોબર અને ગૌમૂત્ર માથી આવક ઉભી થાય તે માટે કોર્પોરેટ દ્વારા આની ખરીદી થાય તો સામાન્ય માણસને પણ આવક ઉભી થાય. આયનસ્ટાઇન શીવરામણ તે કહ્યુ હતુ કે તમારા ભારતીય ખેડૂતોને કહો બળદથી ખેતી કરે જેથી વિશ્ર્વને નવી દિશા બતાવી શકાય છતા પણ આજે ટેકનોલોજી તરફ લોકો જતા રહ્યા છીએ. રખડતી ગાય પણ ગૌમૂત્ર અને ગોબર આપે છે અને તેમાથી પૈસા કમાઇ શકાયતે વાત લોકો સમજશે ત્યારે ગાયને છોડશે નહી ત્યારે સમજાશે કે ગાય ગૌશાળામા રહેવા લાયક નથી આપણા ઘરનુ અવિભાજપ અંગ છે આ કામ રાષ્ટ્રીય કમધેનુ આરોગ દ્વારા કરી રહ્યા છીએ.

પ્રશ્ન:- રાજકોટ જીલ્લામા હજારો એકર જમીન પોલીસ ખાતા પાસે છે તો તેનો હીસાબ મળશે કે નહી?

જવાબ:-હવે  ટેકનોલોજીની મદદથી કયા કેટલી જમીન ફોરેસ્ટ ખાતાની છે. કેટલી ગૌચર છે, કેટલી પોલીસ ખાતાની છે, કેટલી ખેતી લાયક છે અને કેટલી વેચાઇ ગઇ છે તેમા હવે ફોરેસ્ટ લેન્ડ નો ઉપયોગ ગાયોને ચરવા માટે કેવી રીતે કરી શકાય તેનો ઉપયોગ ઘાસચારો વધારવા માટે કઇ રીતે કરી શકાય આ માટેના પ્રયાસો ચાલુ છે.

પ્રશ્ન:- રાષ્ટ્રીય કામધેનુ આયોગ આત્મનિર્ભર યોજના માટે શુ કામ કરી રહ્યુ છે?

જવાબ:- ભારતને ગૌ સંસ્કૃતી દ્વારા આત્મનિર્ભર કરવાનુ છે. લોકોના ઉદ્યોગો નષ્ટ થઇ ગયા છે લોકો બેરોજગાર થઇ ગયા છે. માનસીકતા બદલાઇ રહી છે તેવા સમયે ગૌ આધારીત ઉદ્યોગો દ્વારા રાજગોરી મળે યુવાનોને અને આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તેવા પ્રયત્નો છે. આપણો ૩ ટકા જ બાયોપેસ્ટ્રી સાઇડનો ઉપયોગ કરીએ છીએ લગભગ ૭ લાખ કરોડનું ફર્ટીલાઇઝર બહારથી મગાવવામાં આવે છે. જો સો ટકા ગાયના ગોબરનો ઉપયોગ કરવામા આવે તો આપણો નિકાસ કરી શકીએ જેનાથી રોજગારી મળશે દેશ સમૃધ્ધ બનશે આપણુ આયાત બંધ થશે, લોકોનુ આરોગ્ય સુધરશે, પર્યાવરણ સુધરશે આત્મનિર્ભરમા જે યોજના છે તેમા ઘણા બધા કંસેપ્ટ છે જેવા કે કલીન ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડિયા આ બધાને સાથે જોડીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા આ કામગીરી શરૂ કરી છે અને લોકોની માનસીકતા બદલી રહી છે. લોકો ગૌ આધાર ઉદ્યોગો માટે પૂછપરછ કરી રહ્યા છે અનેક યુવાનોને ગૌશાળા બનાવી છે સરકારની મદદ કેમ લઇ શકાય તથા નાની મોટી વસ્તુ કઇ રીતે બનાવી શકાય તે માટે લોકો પૂછી રહ્યા છીએ. આ બધી યોજનાને આત્મનિર્ભર બનાવવએ જ અમારી યોજના છે ભારતનો જીડીપી ગાય અને પશુ પાલકને લીધે વધે અને દેશ સમૃધ્ધ બને તેવો અમારો પ્રયાસ છે.

પ્રશ્ન:-લોકો ગૌવંશ તરફ વળુ તે માટે લોકોને શુ અપીલ કરશો?

જવાબ:- ગાય માટેની વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણની ભાવના બધામા કેળવાય, ગાયની સાચા અર્થમા ઉપયોગીતા આપણે સમજીએ, આપણા સમજ અને કુટુંબનુ અવિભાજપ અંગે સમજીએ, ગાયએ અદભૂત દ્રિતીય અને અદભૂત આત્મા છે તે વાતને  સ્વીકારી એ આજના સમયમા ગાયનું રક્ષણએ આપણા જીવન માટે અનીવાર્ય છે સર્વે જીવોને સાથે રાખીને તેમા ગાય મુખ્ય ભાગ ભજવવાની છે શકય હોય તો આપણે ગાય પાળીએ અને ન પાળી શકીએ તો ગાયના દૂધ, ધી, ગૌ મૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીએ આપણે ગૌશાળાની મદદ કરીએ કયાંકને કયાંક તેનો પ્રચાર કરવામાં મદદરૂપ થઇએ. ઘરના શુભ પ્રસંગ નીમીતે ગાયોને દાન આપીએ અને ગૌચેતના જગાવવામાં મદદ કરવી જોઇએ. ગૌસેવા મા પોતાનુ યોગદાન આપીને તેવો જ મારો સંદેશો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.