Abtak Media Google News

એનિમલ વેલફેર ફાઉન્ડેશન, અહિંસા મહાસંઘ અને કૃષિ ગૌસેવા સંઘ દ્વારા સરકારના હુકમ સામે કરાઈ હતી રીટ

મધ્ય પ્રદેશમાં આવેલા શિવપુરી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડની વસતી ખૂબ મોટી સંખ્યામાં વધી જવા પામી હતી અને પરિણામે શિવપુરી મ્યુનિસિપાલીટીએ શૂટરોને બોલાવીને નાના મોટા તમામ ૧૫,૦૦૦ ભૂંડને જાહેરમાં ગોળીથી સામૂહિક મોત નિપજાવવા જાહેરાત પ્રસિધ્ધ કરી હતી. અગાઉ સને ૨૦૧૪ માં આ જ શિવપુરી શહેરમાં ૧૫,૦૦૦ ભૂંડને સામૂહિક રીતે મારી નાંખવા મ્યુનિસિપાલીટીએ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા, પરંતુ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચે તમામ ભૂંડને શિવપુરીની બહાર મોકલવા / શીફટ કરવા ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેને ધ્યાને લીધા સિવાય શૂટરોને બોલાવી હજારોની સંખ્યામાં ભૂંડને ગોળીથી જાહેરમાં મારી નાંખવામાં આવ્યા હતા. તે સમયે પણ એનીમલ વેલફેર ફાઉન્ડેશને હાઈકોર્ટના એડવોકેટ નિમિષભાઈ કાપડીયા મારફતે લીગલ નોટીસો મોકલી હતી. ફરી ૨૦૨૦ માં શિવપુરીમાં ૧૫,૦૦૦ ભૂંડનો ભરાવો થઈ જતાં તેને જાહેરમાં બંદૂકથી મારી નાંખવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું તેને રોકવા એડવોકેટ  નિમિષભાઈ કાપડીયાએ લીગલ નોટીસ મોકલી હતી. ત્યારબાદ મધ્ય પ્રદેશની ગ્લાલિયર બેન્ચમાં (૧) એનીમલ વેલફેર ફાઉન્ડેશન (૨) અહિંસા મહાસંઘ-અમદાવાદ તથા (૩) અખિલ ભારત કૃષિ ગો સેવા સંઘ (સ્થાપક મહાત્મા ગાંધી)  મુંબઈ તરફથી સંયુકત રીટ પીટીશન કરી હતી જેમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ૧૫,૦૦૦ ભુંડને મારી નાંખવાના ઓર્ડર સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો અને આ રીતે હાલના તબકકે ૧૫,૦૦૦ ભુંડના જીવનને જીવતદાન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.