Abtak Media Google News

ચંદીગઢની જીલ્લા કોર્ટમાં ૧૦ વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ તેને ગર્ભ રહી જતા ૨૬ અઠવાડિયા બાદ ગર્ભપાત માટેની અરજી આવતા કોર્ટમાં દ્ધિઘા ઉદ્ભવી હતી. કારણકે કોર્ટ દ્વારા બિમારી સબબ ૨૦ અઠવાડિયા સુધીના ગર્ભપાતને મંજુરી મળે છે. જયારે બાળકના જન્મ વખતે ક્ષતિ સાથે જન્મવાનું હોય આ બાળકી સાથે તેના મામા દ્વારા કેટલીક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. આ બાળકીની ગર્ભપાતની અરજી નામંજુર કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બાળકીના પિતા સરકારી નોકરી કરે છે. જયારે માતા ઘરકામ કરી ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. આ કેસ માટે ઘણા જ તબીબી તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આટલી નાની ઉંમરમાં ગર્ભપાત માટેનો કેસ આવતા તજજ્ઞો પણ દંગ રહી ગયા હતા અને ચકચાર મચી જવા પામયો હતો. તબીબોના મતે આ ઉંમરે બાળકીના શરીરનો સંપૂર્ણ વિકાસ થયો નહોય ગર્ભધારણનો સંપુર્ણ સમયગાળો જોખમી નીવડી શકે તેમ છે.

સરકારના આર્બ્સ્ટીકસ વિભાગમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજમાન ડો.રશ્મિ બગ્ગાએ જણાવ્યું હતું કે તેમણે ચંદીગઢમાં આવેલ મેડિકલ એજયુકેશન અને રીસર્ચ સેન્ટરમાંથી સ્નાતક કર્યું છે. આ પ્રકારનો ૧૦ વર્ષની બાળકી પ્રેગનેન્ટ બની હોય તેવી ઘટના અગાઉ કયારેય જોઈ નથી. અપરિપકવ ઉંમરમાં ગર્ભધારણને ઓળખવું મુશ્કેલ હોય છે. કારણકે મેનેસ્યુઅલ સાઈકલ મીસ થઈ જવાની નોંધ કરી શકાતી નથી.

જોકે આ વિસ્તારમાં બનેલી આ પહેલી ઘટના નથી. ગત મે માસ દરમ્યાન અન્ય એક ૧૦ વર્ષની બાળકીને પણ ૧૮ થી ૨૨ અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. ત્યારે રોહતક કોર્ટ દ્વારા તેને ગર્ભપાતની છુટ આપવામાં આવી હતી. નિષ્ણાંતો જણાવે છે કે રજસ્વલાનો સામાન્ય રીતે સમયગાળો ૮ થી ૧૩ વર્ષનો હોઈ શકે છે. જેને કારણે ૧૦ વર્ષની બાળકીએ ગર્ભ ધારણ કર્યો હોય તેમ બની શકે છે.

બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ૬ માસનો ગર્ભ રહ્યાનો પણ રીપોર્ટ પરથી જાણી શકાયું હોય મેડિકલ તજજ્ઞો દ્વારા કોર્ટને સુપ્રત કર્યો હતો. હોસ્પિટલના સતાધીશો દ્વારા અન્ય માહિતી આપવામાં આવી ન હતી. અમેરિકન સોસાયટી ફોર રીપ્રોડકટીવ મેડીસીનના જાણીતા તબીબ ડો.ઉમેશ જીંદાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી તેઓ પ્રેકટીસ કરે છે ત્યારે આવો કિસ્સો નોંધાયો નથી. એક વખત ૧૩ વર્ષની બાળકીને સ્વાસ્થ્યની મુશ્કેલીના કારણે કાયદેસર મંજુરી મેળવવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.