Abtak Media Google News

દેશમાં છેલ્લા એક દસકામાં ૩.૧૫ કરોડ કેસોનો ભરાવો યો છે. સતત પેન્ડીંગ રહેલા કેસોનો નિકાલ કરવા દર ૨ મહિને રાષ્ટ્રીય લોક અદાલત દેશભરમાં યોજાઈ છે. છેલ્લા ૩ વર્ષ દરમિયાન લોક અદાલતોમાં દર વર્ષે સરેરાશ ૫૦ લાખ કેસોનો નિકાલ યો હોવાનું જાણવા મળે છે.

પ્રિ-લીટીગેશન સ્ટેજમાં હોય તેવા કોર્ટમાં પેન્ડીંગ કેસો મામલે લોક અદાલતો વધુ અસરકારક રહી છે. વર્ષ ૨૦૦૨માં આવી અદાલતો થી ૫૦ લાખી વધુ કેસોનો નિકાલ યો હતો. ૨૦૧૭માં ૯ મહિનામાં જ ૨૯ લાખ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સામાન્ય અદાલતો ઉપર ૩.૫ કરોડી વધુ પેન્ડીંગ કેસોનું ભારણ છે. કેન્દ્ર સરકારે અદાલતો પરના આ ભારણને ઓછુ કરવા માટે સુપ્રીમ કોર્ટની મદદી તકરાર નિવારણ ફોરમ સહિતની વ્યવસ ઉભી કરી છે. આ ઉપરાંત લોક અદાલતોના માધ્યમી પણ પેન્ડીંગ કેસોનો નિકાલ પણ ઝડપી ઈ રહ્યો છે.

લોક અદાલતી કેસના નિકાલમાં ઉત્તરપ્રદેશ ટોચના સને રહ્યું છે. ૩ વર્ષમાં ઉત્તરપ્રદેશના ૪૬ લાખી વધુ કેસોનો નિકાલ લોક અદાલત દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પર્મનેન્ટ તેમજ રેગ્યુલર લોક અદાલતોના માધ્યમી પણ કેસનો સરળતા થી નિકાલ ઈ રહ્યો છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરીસ્સા, ગુજરાત અને આંધ્રપ્રદેશ સહિતના રાજયોમાં બહોળા પ્રમાણમાં લોક અદાલતો કેસોનો નિકાલ કરી રહી છે. પશ્ર્ચિમ બંગાળમાં ૨૦ હજાર કેસનો નિકાલ યો છે. એકંદરે લોક અદાલતો સામાન્ય કોર્ટો પરનું ભારણ ઓછુ કરી રહી હોવાનું આંકડા કહી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.