Abtak Media Google News

ગરેજ નજીર રપ વર્ષ પહેલા એભા અરજણ સહિત ત્રણ શખ્સો પાસેથી ઘાતક હથિયાર પકડાયા’તા

ડી.એસ.પી. ની પૂર્વ મંજુરી વગર ટાડાની કલમ લગાડી શકાય નહીં તે સુપ્રીમ કોર્ટ ચુકાદા બાદ પોરબંદરની અદાલતમાં કેસ ચાલી ગયો

માધવપુર ઘેડ પંથકના ગેરેજ નજીક ૧૯૯૫માં કારમાંથી ઝડપાયેલા ઘાતક હથિયારોના કેસમાં જિલ્લા પોલીસ વડાની પૂર્વ મંજુરી વગર ટાડાની કલમ હેઠળ નોંધાયેલા ગુનાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાને પુરાવાના આધારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર પોલીસ પંથકનો સ્ટાફ નાશતા ફરતા આરોપીને ઝડપી લેવા ગેરેજ નજીક વોંચમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પુરપાટ ઝડપે આવતી કારને અટકાવી તેમાં બેઠેલા પોરબંદરના એભા અરજણ જાડેજા, બચુ ભીખા અને કેશુ ચનાની તલાસી લેતા તેના કબ્જામાંથી પિસ્તોલ, રિવોલ્વર અને તમંચા તેમજ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ કુતિયાણા પોલીસ મથકના પી.આઇ. દ્વારા ટાડાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમીક તપાસમાં આ ગુનામાં કાંધલ જાડેજાનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં અદાલતમાં ચાર્જશીટ રજુ કયુૃ હતું. કેસો ડેઝીગ્વનેટેડ કોર્ટમાં ચાલવા ઉપર આવતા  ટાડાની ફરીયાદ દાખલ કરતા પોલીસ ડીએસપીની પુર્વ મંજુરી હોવી આવશ્યક છે. જેથી હાલના કામે ટાડા પ્રબંધો હેઠળ કેસ ચલાવી શકાય નહીં. આ મુજબની અરજી આપતા જે તે હાલના કામે ટાડા એ તે અરજી ગ્રાહ્મ ન રાખતા તે અરજી સામે સર્વોચ્ચ ન્યાયલયમાં અપીલ ફાઇલ કરી હતી.

સુપ્રિમ કોર્ટે ટાડાના પ્રબંધો લાગુ કરી શકાય નથી અને અન્ય કોઇ કાયદા હેઠળ ગુનો જો બનતો હોય તો તેઓની સામે કેસ ચલાવવો તેવો હુકમ ફરમાવેલો જે હુકમને આધીન ડેઝીગ્નેટેડ કોર્ટ હથિયારધારા હેઠળ કેસ ચલાવવા માટે પોરબંદર જીલ્લા અદાલત તરફ કેસ તબદલીલ કરી આપેલો હતો. જેથી ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાનો કેસ હાલમાં ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બિન તહોમત મુકત કરવા અરજી કોર્ટમાં દાખલ કરી હતી.

ઉપરોકત તમામ દલીલ તથા હાઇકાર્ટે તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદો રજુ કરી કાંધલભાઇ જાડેજાને હાલના કેસમાં ડીસ્ચાર્જ કરવા ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે. ઉપરોકત આ કામમાં પોરબંદરના એડવોકેટ ગ્રીષ્માબેન જોશી તથા શરદભાઇ જોશી રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.