Abtak Media Google News

લગ્ન પ્રસંગમાં જતી વેળાએ સર્જાય કરૂણાંતિકા: પરિવારમાં કલ્પાંત

બાબરા તાલુકાના ધરાઈ ગામ નજીક ટ્રક હડફેટે બાબરા કોળી દંપતી ખંડિત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરાના જીવનપરા વિસ્તારમાં રહેતા રવજીભાઈ નાનજીભાઈ ડાભી અને તેમની પત્ની પ્રભાબેન ડાભી બાઈક લઈ લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ધરાઈ ગામ નજીક આગળ જતી કારનાં ચલકે એકાએક બ્રેક મારતા બાઈક ચાલક રવજીભાઈએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતા રોડ ઉપર ગબડી પડયા હતા જે વખતે સામેથી આવતા જી.જે.૧ ટીટી ૫૨૨૦ નંબરનાં ટ્રકની હડફેટે આવી જતા રવજીભાઈ ડાભીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ જયારે તેમના પત્ની પ્રભાબેનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે બાબરા બાદ અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતમાં દંપતી ખંડિત થતા ડાભી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે બાબરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.