Abtak Media Google News

આરોપીએ છરી, તલવાર કાઢી આપી: ખંડણીખોરના ત્રાસથી વેપારીઓમાં ફફડાટ

ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી જવાથી શહેરમાં ટપોરીઓ દ્વારા અનેક જગ્યાએ બ્લેક મેઈલ, ધાક ધમકી આપી પૈસા કઢાવતા શખ્સો સામે વેપારીઓ આગેવાનો રીતસર કંટાળી ગયા હતા. શહેરમાં જુના ગાભાના વેપારી પાસે અગાઉ એક વખત ખંડણી લઈ ચુકેલા કુખ્યાત શખ્સ રીયાઝ ઓસમાણ સુરિયા ઉર્ફે લાલો મુરઘીવાળો અને તેની પત્ની નઝમાને લઈ ફરી પાછા તલવાર છરી લઈને ગાભાના વેપારી પાસે જઈ નાણા પડાવતા વેપારી ભયભીત બની ગયેલ અને ખંડણી માગનાર અને તેની પત્નીને પટાવત કરીને રવાના કરેલ હતા

પણ જમઘરભાળી જાય તેમ અનેક લોકો પાસેથી પૈસા પડાવાનો માહિર એવો કુખ્યાત લાલો મુરલીવારો અને તેની પત્ની નઝમા બંને બીજા દિવસે વેપારીના ઘરે જઈ વેપારી અને તેની પત્નીને પાછા પૈસા આપો નહિતર તમને પતાવી દઈશું અને તમારી ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાવી અમે દવા પીને ખોટા કેસમાં ફીટ કરી દેશું તેમ કહી ગાળાગાળી કરી મુકતા વેપારીની દુકાને આજુબાજુવાળા વેપારી ભેગા થઈ જતા ખંડણીખોર લાલો મુરઘીવારો અને તેની પત્ની નઝમા ત્યાંથી મુઠ્ઠીવાળી ભાગી ગયા હતા.

Photogrid 1522180556852આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટાના ગાભા બજારમાં રહેતા વેપારી જુનેદભાઈ મેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે તેઓ શનિવારે રાત્રે ૧૨ વાગ્યે બહારગામથી ઉપલેટા પોતાના ઘરે આવી ગાડીમાંથી ઉતરતા હતા ત્યારે પૂર્વ બાતમીના આધારે શહેરનાં કુખ્યાત અને લુખ્ખો શખ્સ રિયાઝ ઓસમાણ સુરિયા ઉર્ફે લાલો મુરઘીવાળો અને તેની પત્ની નઝમા ત્યાં આવી ઉભા રહી રાડારાડી કરી પૈસાની માંગણી કરતા વેપારી ભયના માર્યા થતા વતનની વાત કરી વચલો રસ્તો કાઢી સમજાવી જવા દીઘેલ પણ આટલી રકમથી સંતોષ નહીં થતા રવિવારે ફરી પાછા ખંડણીખોર પતિ-પત્ની વેપારીની ઘરમાં આવી વેપારી અને તેની પત્નીને તલવાર અને છરી બતાવી પૈસા આપી દયો નહીંતર આજે મારી નાખીશું તેમ કહેતા વેપારી પત્ની રાડારાડી કરી મુકતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા ખંડણી પડાવવા માટે આવેલો લાલો મુરઘીવારો અને તેની પત્ની નઝમા ત્યાંથી મુઠ્ઠીઓવાળી ભાગી ગયા હતા અને જતા-જતા ધમકી આપતા ગયેલ કે અમો તમારી સામે અન્ય ગામોમાં તમારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવીશું અને અમો દવા પીને તમારા નામ લખી નાખીશું હવે તમને જોઈ લેશું પોલીસ અમારુ કોઈ બગાડી નથી લેવાની કહીને જતા રહેલ હતા. આ અગાઉ લુખ્ખા શખ્સને વેપારી પાસેથી ૨૦ હજાર રૂપિયા રોકડા પૈસા પડાવી લીધા હતા. તેમ વેપારીએ ફરિયાદમાં જણાવેલ હતું.

શહેરમાં ખંડણીની વસુલાત થતી હોવાની જાણ પોલીસ મથકે થતા નવનિયુકત પી.આઈ અલ્પેશ પટેલ હરકત આવી તેના બાતમીદારોને કામે લગાડી નાસી છુટેલા આરોપીની શોધખોળ ચાલુ કરેલ હતી. આરોપી દંપતિ રાત્રે પોતાના ઘરે આવ્યાની પોલીસને બાતમીદારોએ બાતમી આપતા પોલીસે ઘરે ત્રાટકી ખંડણીખોર દંપતી લાલા મુરઘીવારો અને તેની પત્ની નઝમાને ઝડપી લઈ આગવી સરભરા કરતા ખંડણીખોર દંપતિ પોપટ બની ગયેલ તેના કબજામાં રહેલ તલવાર અને છરી પોલીસને કાઢી આપેલ ખંડણીના વસુલેલ રૂપિયા પણ કાઢી આપતા પોલીસે રૂપિયા સહિતનો મુદામાલ કબજે લઈ આરોપીની પુછપરછ કરી હતી. આરોપી લાલાએ પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે ૬ ચૂંટણી હારી ગયો હતો તેમાં ખર્ચના પૈસા ન હોવાથી પૈસા પડાવેલ હતા. પોલીસ આરોપીની કબુલાતના આધારે વધુ તપાસ આગળ ચલાવી રહી છે.

પોલીસ, પત્રકાર અને રાજકારણીને પણ બ્લેક મેઈલ કરે છે

પકડાયેલા રીયાઝ સુરિયા ઉર્ફે લાલો મુરઘીવારો પોલીસ સ્ટાફ સામે ખોટી ફરિયાદો ઉભી કરી પોતાની હાથે શરીરમાં સામાન્ય ઈજાના નિશાન કરી હોસ્પિટલમાં દાખલ થઈ ફરિયાદ નોંધાવવાના અનેક બનાવો બન્યા છે. પત્રકારો અને રાજકારણીઓ પણ પોતાની વિરુઘ્ધમાં રજુઆતો કરશે તો જોઈ લઈશ તેમ કહી બ્લેક મેઈલ કરતો હતો.

લાલો મુરઘીવાળો અગાઉ ઘણા પાસેથી પૈસા પડાવી ચુકયો છે

ઝડપાયેલો ખંડણીખોર શખ્સ લાલો મુરઘીવારો તેની પત્નીને લઈ પ્રતિષ્ઠીત માણસો પાસે જઈ ઝઘડા કરી ફરિયાદ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધેલા છે પણ ફરીયાદ કરવાની ધમકીને કારણે કોઈ તેની સામે ગુનો નોંધાવવા તૈયાર થતું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.