Abtak Media Google News

૪-જી યુગમાં વિર્દ્યાથીઓ મેદાનની દેશી રમતોથી દૂર થઈ ગયેલ છે. અત્યારે માત્ર મોબાઈલમાં રમતો રમાય છે. ૩ વર્ષના બાળકોથી શરૂ કરી મોટી ઉમરના  લોકો મોબાઈલમાં જાતજાતની રમતો રમતા હોય છે. ખાસ કરીને (પબજી અને મોમો) આવી મોબાઈલની રમતોથી બાળકોમાં હિંસકવૃતિ  વધે છે અને અવાસ્તવિકપણામાં બાળકો જીવે છે અને માઈકાંગલાપણું વધતું જાય છે અને મોબાઈલની રમતમાં માત્ર એકને જ રમવાનું હોય બીજા લોકો તેને ગમતા નથી.

બાળકોને મોબાઈલની રમતોમાંથી બહાર કાઢવા માટે મેદાનની દેશી રમતો રમાડવી જોઈએ કે જે મોટા ભાગે શેરીઓમાં રમાતી શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં, થોડા માણસોથી, થોડા સમય અને નહીવત સાધનોથી રમી શકાય છે તેના ફાયદા જોઈએ તો રમતના મેદાનમાં મુલ્યલક્ષી અનુભવો મળે છે. રમતી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. ચારીત્ર્ય નિર્માણ માટે રમત જરૂરી છે. તેનાી સંસ્કારો શુદ્ધ થાય છે.

રમતો શરીરના સ્નાયુ, બાંધો, તંદુરસ્તી અને મજબુતાઈ માટે છે. સંકટોનો સામનો કરવાની, ઉકેલ શોધવાની શક્તિ, બુદ્ધિ રમતી આવે છે. સર્વાંગી વિકાસ માટે જરૂરી બધા જ ગુણોનું સંવર્ધન રમતના માધ્યમી થાય છે. રમતી ખેલદીલીની ભાવના વધે છે. હારજીત પચાવતા શીખે છે.

આ યુગમાં વિદ્યાથીઓમાં મોબાઈલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમવાનો ગજબનો શોખ હોય છે તેથી દેશી રમતો ઓછી રમાય છે. નવરંગ નેચર કલબ દ્વારા બાળકો માટે નિયમીત શેરી રમતોનું આયોજન થાય છે. આવી ભુલાતી જતી બીન ખર્ચાળ દેશી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી ૨૦૧૯ થી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના ૨૦૦૦૦ બાળકોને દેશી રમતો (શેરી રમતો) વિનામુલ્યે રમાડેલ છે. રમતો પછી બાળકોને સનિક લોકોના સહકારી ભરપુર દેશી નાસ્તો (ગાજર, બીટ, ટમેટા, કાકડી, જામફળ, બોર) કરાવેલ.

સૌરાષ્ટ્રમાં કોઈ પણ સ્કૂલો એ શેરી રમતો રમાડવી હોય તો વિનામુલ્યે રમાડવા નવરંગ નેચર કલબ તમારી સ્કૂલ સુધી આવશે તેમ પ્રમુખ વી.ડી.બાલાએ યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.