Abtak Media Google News

ઇરાન સાથેના સોદાથી ભારતનો રૂપિયો અને કિંમતી હૂંડિયામણ બચશે

સોનાના ઇંડા દેતી મરઘીને મારી નંખાય? ઓઇલને લઇ મોદીની કૂટનીતિકામ લાગી! 

ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં થતાં ઘટાડાને લઇ મોટા તેલ ઉત્પાદક દેશો અંતિમ નિર્ણયલેવાના છે. જે પૂર્વે સાઉદી અરબનાઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો ઉપર પણધ્યાન આપવામાં આવશે. સાઉબી મંત્રી ખાલીદ અલ ફાલીહએ અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિચારોને લઇને પણ સવાલો ઉઠાવ્યો હતો.

સર્વે અનુસાર અલ ફાલીહએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો ઉપર પણ ધ્યાનકેન્દ્રીત કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી પોતાના વિચારોને ખૂબ જ મજબૂતાઇથી રાખે છે અને તેમને ભારતીય ઉતભોકતાઓનીપણ ચિંતા છે. તેઓએ મોદી સાથે કરેલી ત્રણ બેઠકોની પણ વાતો કરીહતી. તેઓએ જણાવ્યું હતું કે ખરાં અર્થમાં તેલના ભાવો જે ઘટાડવાનીવાત કરી રહી છે તે પણ મહદઅંશે સાચ્ચી છે.

તેલ ઉત્પાદન કરતાં દેશોનુંસંગઠન છે જેનું નામ ઓપેક છે તેને પણ ઘટાતા જતાં ભાવોને સ્થિર રાખવા માટે કઇ રીતે ભાવમાંઘટાડો કરી શકાય તે માટે વિચાર-વિર્મશ કરશે. તે પૂર્વે નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન કે જેમાં તેઓએ જણાવ્યુંહતું કે ભારત ત્રીજો મોટો દેશ છે. જે તેલનો વપરાશ કરે છે.જેથી શું ઓપેક એવું ઇચ્છે છે કે સોનાના ઇંડા દેતી…. મારી નંખાય? ભારત પોતાની ઉર્જા સંબંધીત ૮૦% જરૂરીયાત માટે આયાત પર નિર્ભર છે. જેને લઇ ઓપેકના સદસ્યએ જણાવ્યું હતું કેતેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારને ગંભીરતાથી લેશે.

તેલના આયાતને લઇ ભારતે ઇરાન સાથે પણ ખૂબ જ મહત્વપૂર્ણ કરાર કર્યો છે. જેમાં ભારત ઇરાન પાસેથી જે ક્રૂડ ઓઇલ લેશેતેનું ચુકવણું તેને ભારતીય રૂપિયામાં કરવુ પડશે. જે ભારત માટે ખૂબ જ સારા સમાચાર છે.આ ઘટના પાછળ મુખ્ય કારણએ છે કે ૫ નવેમ્બરથી અમેરિકા દ્વારા લગાવવામાંઆવેલા પ્રતિબંધને પડકારવવા ભારતે ઇસ્લામિક રાષ્ટ્રો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યાહતાં. જેમાં અમેરિકાએ ભારત અને અન્ય સાત દેશોના પ્રતિબંધ હોવાછતાં પણ તેલની ખરીદી માટે છૂટ આપી છે. સૂત્રોના કહેવા પ્રમાણેભારતીય રીફાઇનરી યુ.કો. બેંક કે જેમાં નેશનલઇરાનીયન ઓઇલ કંપનીનું ખાતુ છે

તેમાં રૂપિયાનું ચુકવણુ કરશે. તેમનું એવુ પણ કહેવુ છે કે આનો અડધો ભાગએટલે કે અડધી રકમ ઇરાની લોકો ભારતીય સામાન ખરીદવા પાછળ ખર્ચ કરશે જેથી ભારતને રૂપિયાનું પણ ભારણ ઘટી જાય અને ભારતની જે વિકાસ માટે મુખ્ય જરૂરિયાત ક્રૂડ છે તેમાં તેને ફાયદો મળી જાય. અમેરિકા દ્વારા જે પ્રતિબંધો મુકવામાં આવ્યાછે તે અન્વયે ભારત ઇરાનને અનાજ, દવા તથા મેડીકલ ઉપકરણો પૂરા પાડશે.અત્યાર સુધી ભારત યુરોપના ચલણમાં ઇરાનને રૂપિયોનો ચુકવણો કરતું હતું. જે હવે ભારતીય રૂપિયામાંકરશે.

અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ભારતને ખૂબ જ મોટો ફાયદો થયો છે. ૧૮૦દિવસની મળેલી છૂટના સમયમાં ભારત પ્રતિદિવસ ઇરાન પાસેથી ૩ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરશે. જે આવર્ષે ભારતે આપૂર્વે ૫.૬લાખ બેરલ પ્રતિદિવસ ક્રૂડ તેલની આયાત કરી હતી.

આપને જણાવી દઇએ ચીની ડ્રેગેન બાદ ભારત વિશ્ર્વનો સૌથી મોટો બીજો તેલ ખરીદનાર દેશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે ૨૦૧૭-૧૮માં તેલખરીદીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં તેઓએ ૨૦૧૭-૧૮માં ૪.૫૨ બેરલ પ્રતિદિવસની ખરીદીને ઘટાડી ૩ લાખ બેરલ પ્રતિદિવસ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની બે રીફાઇનરી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અનેમન્ગ્લોર રીફાઇનરી એન્ડ પેટ્રો કેમીકલ્સ લીમીટેડએ ઇરાન પાસેથી નવેમ્બર-ડિસેમ્બરમાં ૧.૨૫મિલિયન ટન તેલખરીદ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.