Abtak Media Google News

મહાત્મા ગાંધી કહી ગયા શાંતિ જ એકમાત્ર યોગ્ય માર્ગ છે: સા.કોરિયા રાષ્ટ્રપતિ

આર્થિક વિકાસ માટે ભારત વિશ્વભરમાં વિશ્વાસનિયતા માટે પ્રખ્યાત બન્યું છે હાલ તમામ દેશોની રાજતૈનિક દોરમાં પણ ભારત આગળ છે. ત્યારે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જાઇ ઇને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત મારા માટે ખુબ જ ખાસ દેશ છે., હું ર૦ વર્ષ પહેલા પ્રથમ વાર ભારત આવ્યો હતો. હવે હું ફરીથી ત્યાં આવવા માંગું છું જો શિખ્યું છે કે કઇ રીતે પ્રકૃતિ સાંસ્કૃતિ અને નાગરીકો હળીમળીને રહે છે અને ભવિષ્યમાં દરવાજા  માત્ર એક વિચારધારાથી ખોલી શકાય તેની ભારતને આવડત છે.

મને લાગે છે કે ભારત અને સાઉથ કોરિયા વચ્ચે આર્થિક વિકાસ માટે અગણિત તકો રહેલી છે માટે જ મે આસિયન અને ભારત માટે ખાસ સંદેશો મોકલ્યો હતો. મને ભારત પાસેથી ઘણી આશા – અભિલાષા છે નવી સાઉર્થન પોલીસી સાઉથ એશિયાના દેશો સાથે મૈત્રીભાવની ભાગીદારી માટેની રચના કરવા માંગે છે. જેમાં ભારત, કોરિયા માટેનું કી પાર્ટનર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરિયા સાથેના આર્થિક જોડાણ વિશેની મહત્વતા સમજાવી હતી. હું અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય મંત્રી અને શાંતિના હેતુથી બન્ને દેશોના વિકાસને ઓળખ આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

પ્રશ્ર્ન:- ઇન્ડો પેસિફીક રીઝનમાં ભારતનો સૌથી મોટો ભાગ છે તો કોરિયા અને ભારતનું જોડાણ કઇ રીતે થઇ શકે ?

જવાબ:- ઇન્ડો પેસિફીક રીઝનમાં કોરીયા – ભારત ભોગોલિક રીતે સ્૫ર્ધામાં છે, પરંતુ ચેલેન્જની સાથે તકો પણ એટલી જ છે. યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલીયા સહીતના દેશો ક્ષેત્રીય વિકાસ અને મૈત્રીભાવ માટે રુચી ધરાવે છે. ત્યારે ભારતની એકટ ઇસ્ટ પોલીસી અને કોરિયાની ન્યુ સાઉર્થન પોલીસીથી બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો શકય છે.

મને આશા છે કે ભવિષ્યમાં ભારત સાઉથ કોરિયા સાથે જોડાણ કરશે. અને ભારત અને કોરિયા મળીને ક્ષેત્રીય વિવાદો તેમજ પડકારોનો સામનો ભવિષ્યની ઉજજવળ તકો માટે કરી શકે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું શાંતિ તરફ કોઇ માર્ગ નથી પરંતુ શાંતિ જ એક માર્ગ છે. કોરિયન લોકો અને મને લાગે છે કે કોરિયન પે નીનશુલામાં યુઘ્ધ થઇ શકે છે. ત્યારે નોર્થ કોરિયાના ન્યુકલીયરને મુદ્દે પણ અમે સમાધાનની નીતી રાખી રહ્યા છીએ. ભારત સહીતના આંતરરાષ્ટ્રીય દેશોના સહકારનો હું આભારી છું.

પ્રશ્ર્ન:- ભારત-કોરિયાના આર્થિક સંબંધોનું ભવિષ્ય કેવુ ?

જવાબ:- આથિક જોડાણ માટે બન્ને દેશો વચ્ચે અઢળક તકો રહેલી છે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે માનવ સંસાધનો પણ મળી છે. તો ઉઘોગ અને સૌથી મોટી માર્કેટની ચાવી ભારત છે.  માટે કોરિયા અને ભારતનું જોડાણ લાભદાયક બની શકે છે. કોરિયન બીઝનેસ ૧૯૯૦ થી ભારતમાં રોકાણ કરવાની શરુઆત કરી હતી ત્યારે ભારત-કોરિયા આઇડિયલ દેશો બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.