Abtak Media Google News

ટેન.. નાઇન.., સેવન.. સિક્સ! બજેટ-૧૯નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. મોદીજીની વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ છે એટલે છેલ્લા છ મહિનાથી બજેટની વાતો ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં દેશની રાજનિતીમા છાશવારે નવા પ્રકરણો ઉમેરાયા છે તેથી સ્વાભાવિક રીતે જ સરકારની આકરી કસોટીની ઘડી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતની વિધાનસભાની ચુંટણીઓના પરિણામો, ૨૨ પાર્ટીઓનું મહાગઠબંધન, જેટલીજીના સ્થાને ગોયેલની નાણાપ્રધાન પદે નિમણુંક અને બાકી હોય તો પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી..! આ બધા ઘટનાક્રમની વચ્ચે હવે સરકારને ખેડૂતો, નાના વેપારીઓ, નોકરીયાત વર્ગ અને મહિલાઓને ખુશ કરી શકાય એ ઉપરાંત વિરોધીઓને ચૂપ કરી શકાય અને વિકાસને પ્રોજેક્ટ કરી શકાય એવું બજેટ આપવાનું છે. દિલ્હીનાં સુત્રો એવું કહે છે કે સરકાર આગામી પહેલી ફેબ્રુઆરીએ એવું બજેટ આપશે જે ફલિત કરશે કે ફરી એકવાર ડીએનએને સત્તા આપો અને બજેટમાં જણાવેલી રાહતો મેળવો.

બજેટ-૧૯ ફૂલ હશે, વોટ ઓન એકાઇન્ટ હશે કે વચગાળાનું હશે..? શું સરકાર સંપૂર્ંણ બજેટ રજૂ કરી શકે? એ હજુ પણ સિક્રેટ જણાય છે. પણ એકવાત નક્કી છે કે સરકાર એવું બજેટ આપશે કે જો ફરીથી ચૂંટાયતો આમજનતાને ફાયદા જ છે એવું સાબિત થાય. મતલબ કે જો મતદારો ચૂંટાવાની ગેરેટી આપે તો આ બજેટ ફૂલ બજેટ ગણાય પણ જો સરકાર બદલાય તો નવી સરકાર નવું બજેટ આપ તો આપોઆપ આ બજેટ વચગાળાનું થઇ જાય..! આમ તો મોદીજી સાલ -૨૦૧૪ નીં ચૂંટણીઓ વિકાસના મુદ્દે જીત્યા છે એટલે હવે વિકાસ દેખાડ્યા વિના આગામી ચૂંટણી વિકાસના નામે લડ્યા વિના હવે તેમને છૂટકો નથી.

બજેટ વચગાળાનું હોય કે સંપૂર્ણ શું ફરક પડે? બન્ને વચ્ચે મુખ્ય તફાવત એ છે કે સંપૂર્ણ બજેટમાં મહેસુલી આવક તથા ખર્ચ બન્નેની જોગવાઇ હોય જ્યારે વચગાળાનાં બજેટમાં માત્ર સરકારને જરૂરી ખર્ચની વ્યવસ્થા કરવાની જોગવાઇ હોય. જેને લોકસભા વિશેષ ચર્ચા વિના પાસ કરે. જ્યારે સંપૂર્ણ બજેટ ઉપર સંસદમા ચર્ચા થાય મંતવ્યો લેવાય જરૂરી સુધારા થાય અને પછી તેનો અમલ થાય. આ ઉપરાંત સંપૂર્ણ બજેટ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ થાય જે વિતેલા વર્ષમાં સરકારનાં આયોજનો અને અમલનાં લેખાં જોખા આપે, બીજા અર્થમાં કહીઐ તો સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર થાય. માથે ચૂટણીઓ હોય ત્યારે આવા રિપોર્ટ જાહેર કરીને વિપક્ષોને ટીકા કરવાનો મોકો સરકાર ન આપે તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે વચગાળાનું બજેટ બે-ત્રણ મહિના માટે હોય એવી પરંપરા છે. પરંતુ એવો કોઇ કાયદો નથી, કદાચ ચૂંટણીઓ પાંચેક મહિના પછી યોજાય તો પણ સરકાર વચગાળાનાં બજેટની જોગવાઇને આગળ ધપાવી શકે છે.

જીએસટીમાં ઘટાડાની જાહેરાત થઇ ચુકી છે. જેનાથી સરકારની તિજોરી પર વાર્ષિક ૧૩૦ અબજ રૂપિયાનો બોજ આવશે.  જ્યારે ખેડૂતોને ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા ૪૦૦૦ રૂપિયા આપવા અને સાથે જ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન આપવાની સ્કીમ આવી રહી છે. ઉઇઝ યોજના અને એક લાખની લોનની ઓફરના કારણે સરકારની તિજોરી પર નવો ૨.૩ લાખ કરોડ રૂપિયાનો બોજ આવી શકે છે.

કોંગ્રેસે પ્રિયંકાને એવા સમયે મેદાનમાં ઉતારી છે કે સરાકર વાઢેરા પરિવાર સામેના ફાઇનાન્શિયલ કેસ ખોલવાની તૈયારી કરે ત્યાં સુધીમાં ચૂંટણી જાહેર થઇ જાય. કોંગ્રેસને ખબર છે કે ઉત્તરપ્રદેશમાં માયા-અખિેલેશનાં ગઠબંધન બાદ ઘણી સીટો એવી હશે જ્યાં પાતળી બહુમતિથી હાર-જીત થશે એવી સીટો પર કબજો કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને અને પ્રિયંકાના ભાગમાં ઉત્તરપ્રદેશનાં બે હિસ્સા ફાળવી દેવામાં આવ્યા છે.

સામાન્ય રીતે બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે તેનું આયોજન પ્રસ્તુત કરાતું હોય છે પણ આગામી બજેટ મતદારોને એવી માહિતી આપશે કે સરકાર આટલી બધી રાહતો આપે છે જેને ટકાવી રાખવી હોય તો ભાજપાને ફરીથી તક આપો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.