વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનું કાઉન્ટડાઉન શરૂ: આજે રસીનાં ૩ કરોડ ડોઝ આવી જશે!!

કોરોનાના કપરા કાળમાંથી મૂકત થવા ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જે માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. કોવિશીલ્ડ અને કોવેકિસનને ડીસીજીઆઈની મંજૂરી મળ્યાબાદ ડોઝને ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેના ભાગ રૂપે આજે ઓકસફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા સંયુકતરૂપે વિક્સાવાયેલી સીરમ ઈન્સ્ટીટયુટની કોવિશીલ્ડના ૩ કરોડ ડોઝ પૂણે એરપોર્ટથી દિલ્હી સુધી લઈ જવાશે. રસી ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા અનુસાર ૧૦ કરોડ ડોઝ સંપૂર્ણ પણે તૈયાર થઈ ચૂકયા છે. માત્ર રાહ છે તો સરકારનાં ઓર્ડરની સુત્રો પ્રમાણે, હાલ સરકાર ૩ કરોડ ડોઝની પ્રથમ ખેપ મંગાવશે જે પૂણે એરપોર્ટથી દિલ્હી પહોચ્યા બાદ ત્યાંથી દેશમાં નકકી કરાયેલા ચાર પોઈન્ટ (મુંબઈ, કર્નાલ, કોલકાતા, ચેન્નઈ) પર પહોચાડાશે ત્યાંથી અલગ અલગ રાજયોમાં ડોઝ મોકલાશે જે રાજયનાં પાટનગરથી મહાનગરોમાં અને ત્યાર પછી રાજયમાં બનાવાયેલા કોલચેઈન પોઈન્ટસ પર પહોચશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને જુલાઈ માસ સુધીમાં રસી આપવાનું સરકારે લક્ષ્યાંક સેવ્યું છે. જેનો ખર્ચ ૨ થી ૨૭ હજાર કરોડ જેટલો થશે. પ્રથમ ૩ કરોડ હેલ્થવર્કર અને જરૂરિયાતમંદોને મફતમાં ડોઝ આપવાની પણ સરકારે જાહેરાત કરીછે.

Loading...