Abtak Media Google News

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં  આગામી તા.૧૩મીથી દિવાળીની રજાઓ પડનાર છે ત્યારે રજા આડે હવે એક દિવસ બાકી રહ્યો હોય ત્યારે આવતીકાલે એક માત્ર કપાસની આવક યાર્ડમાં આવવા દેવામાં આવશે. એ સિવાયની એક પણ જણસી હવે યાર્ડમાં વેચાણ અર્થે લાવી શકાશે નહીં.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા અગાઉ તમામ ખરીદ વેચાણ હરરાજીનું કામ આટોપી લેવાનું હોય ત્યારે હવે રજા પૂર્વે એટલે કે આવતીકાલે એક માત્ર કપાસની  આવક આવવા દેવામાં આવશે. આ સિવાયની અનય જણસી ઘંઉ, ચણા, બાજરો ઉપરાંત અનાજ, કઠોળ વેચાણ અર્થે ખેડુતો લાવી શકશે નહિ, માકેટીંગ યાર્ડમાં કાલ સુધીમાં તમામ હરરાજીનં કામ પૂર્ણ કરી લેવાશે, હાલ એક માત્ર કપાસની આવક વધુ પ્રમાણમાં હોય ત્યારે ખેડુતો પોતાનો કપાસ જ યાર્ડમાં ઠાલવી શકશે. તા.૧૩ થી ૧૮ નવેમ્બર દરમ્યાન યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેવા પામશે. અને તા.૧૯ને લાભ પાંચમથી રાબેતા મુજબ કામગીરી  શરૂ કરાશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.