Abtak Media Google News

છેલ્લા ત્રણ વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડ્યો હોય રાજ્યમાં ધાનના ઢગલા થશે: મબલખ વાવેતર: સિઝનના ૨૮ ટકા સરેરાશ વરસાદ સામે ૫૩ ટકા વાવણી

દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલું અપરએર સાયકલોનીક સરકયુલેશન ગુજરાત તરફ આવી રહ્યું હોય. આગામી પાંચ દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જયારે આવતીકાલે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શકયતા રહેલી છે.

આજે ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર અને અમરેલી ઉપરાંત દિવ, દમણ અને દાદરાનગર હવેલી જયારે આવતીકાલે ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.