મહા વાવાઝોડાનું સંકટ ટળતા માર્કેટીંગ યાર્ડમાં કપાસ-મગફળીની મબલખ આવક

105

કપાસ સરેરાશ રૂા.૯૦૦ તો સારી મગફળી રૂા.૧૦ર૦ના ભાવે વેચાઇ

રાજકોટ માર્કેટ યાર્ડમાં મહા વાવાઝોડાના સંકટ બાદ આજે મગફળી અને કપાસની આવક ચાલુ કરી દેવામાં આવી હતી. તેમાં કપાસની  ૩૦ થી ૩૨ હજાર મણ આવક થઈ જેના આશરે ૪૦૦ જેટલા વાહન ઉભા રાખી અને હરરાજી કરવામાં આવી છે. ભાવની વાત કરીએ તો સારો માલ ૯૫૦થી લઈને ૧૦૧૦ સુધી વેચાયો અને એવરેજ માલના ૮૦૦ રૂપિયાથી લઈને ૯૦૦ રૂપિયા સુધી ના ભાવ જોવા મળ્યા.

મગફળી ની વાત કરીએ તો આશરે ૩૦૦ વાહન મા ૨૮૦૦૦ ગુણી મગફળીની આવક જોવા મળી. ભાવની વાત કરીએ તો જીણી મગફળી સારા માલના ૮૮૦થી લઈને ૧૦૨૦ રૂપિયા સુધી જોવા મળ્યા. જ્યારે જાડી મગફળીનો ૮૪૦ થી ૮૯૦ સુધીનો ભાવ જોવા મળ્યો છે.

દિવાળી ની રજા પછી મહા વાવાઝોડા નું સંકટ આવતા ખેડૂતો ને પણ પોતાના માલ વેચાણ કરવું હોવા છતાં માર્કેટ યાર્ડ બંધ હોવાથી વેચી શકે તેમ ન હતા ત્યારબાદ આજે આવક શરૂ કરી દેવામાં આવતા માર્કેટ યાર્ડ માં કપાસ અને મગફળીની મબલખ આવક જોવા મળી છે. ખેડૂતોને શિયાળુ પાક નું વાવેતર કરવા માટે પૈસાની જરૂરિયાત હોઈ છે તો ખેડૂતો અત્યારે પોતાના માલનું વેચાણ કરી રહ્યા છે.

Loading...