Abtak Media Google News

૭૦ ગામોમાં ચાઇનાની રૂ૮૦૦ ની કિંમતની લાઇટો ફીટ કરીને રૂ પ થી ૬ હજાર લેખે બીલ બનાવ્યા

ઉના તાલૂકા પંચાયત ના ૧૪ માં નાણા પંચ દ્વારા ઉના અને ગિરગઢડા તાલુકા ના ગામો માં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી હતી અને આ સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી ની સત્તા સરપંચ હસ્તક સોંપાઈ હતી જેમાં સરકારી પરિપત્ર મુજબ ગામડા ઓ માં લાઈટ નાખવાની કામગીરી કરવાની હતી પણ ખાટલે મોટી ખોટ હોય તેમ આ ૭૦ ગામડા માં નખાયેલ લાઈટ માં બેફામ ભ્રષ્ટચાર આચરાયો છે ઉના ના અર્જુન ગ્રુપ દ્વારા માહિતી માંગતા સમગ્ર ઘટના સામે આવી છે ….સરકારી પરિપત્ર ની ધજિયા ઉડાવાયી છે સરકારી પરિપત્ર માં ઓરેવા ફિલિપ્સ અને લ્યુમિનિયસ ની લાઈટ નાખવાનું સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે પણ દરેક ગામ માં ચાઇના ની લાઈટ નખાય છે તો બીજી તરફ આ લાઈટ હવે ઉડી જાય છે તો કોઈ ગેરંટી નથી એટલે ગામડા ઝળહળતા થાય એવી સરકાર કામના પર પાણીધોળ થયો છે તો બીજી તરફ આ ચાઇના ની લાઈટો ૮૦૦ થી૧૧૦૦ મળે છે ત્યારે ૫૦૦૦ થી લઇ ને ૬૩૦૦ સુધી ના બિલ બનાવાયા છે અને તે બિલ પાસ પણ થઈ ગયા એક પણ એજનસી ના પાકા બીલો મુકાયા નથી અને પેમેન્ટ ના ચૂકવણા થયા છે

આર.ટી.આઈ થી માંગેલ માહિતી પણ આપવામાં ઠાગા ઠહૈયા કારાય છે એક ગામ માં જનરલી ૧૦૦ લાઈટ નખ્ખાયી હોય તો ૧૨૦૦ ની લાઈટ ના ૬૦૦૦ લેખે ગણો તો ગામ દીઠ એવરેજ ૫ લાખ નો ભ્રષ્ટચાર થયો છે

સરપંચ પાસે થી રિકવરી કરી ને સરકારી તિજોરી માં જમા થાય એવી માંગ ઉઠવા પામી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.