Abtak Media Google News

મહાપાલિકાના વાહન ખરીદીમાં વાહન વેરામાંથી મુકિત મળે છે છતાં વેરો ચડાવાયો: સેન્ટ્રલ વર્કશોપના અધિકારીની શંકાસ્પદ ભૂમીકા: વશરામ સાગઠીયા

મહાપાલિકાની સેન્ટ્રલ વર્કશોપ શાખાના અધિકારી દ્વારા વાહન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય વિજીલન્સ તપાસની માંગણી વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કરી છે.

મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં વોટર વર્કસ શાખા અને વેસ્ટ ઝોન વેરા વસુલાત શાખાના ઉપયોગ માટે નવી ૩ નંગ જીપ ખરીદવા વર્કશોપ શાખાના અધિકારી દ્વારા બે આસામીના ભાવો દરખાસ્તમાં દર્શાવી મેે. ગેલેટસ મોટર્સ પ્રા.લી. ના ભાવમાં આરટીઓ ટેકસ રૂ ૪૨ હજાર દર્શાવવામાં આવેલો. ટેકસમાં મહાનગરપાલિકાના વાહનોને છુટ મળે છે.

માત્ર વહીવટી ચાર્જ (સરકારી)  રૂ ૭૦૦ ચુકાવાનો થાય છે જયારે એજન્ટની ફી ગણીને લગભગ  રૂ બે હજારજેવી રકમ ડીલર દ્વારા વસુલવામાં આવે છે અત્રે ગેલેટસ મોટર્સ પ્રા.લી. આરટીઓ ટેકસ રૂ૪૨ હજાર દેખાડી આ ડીલરને એલ-ર દેખાડવામાં આવેલ છે.

પરંતુ જો ટેકસ અન્ય ડીલરની જેમ રૂ રર૦૦ ગણવામાં આવે તો તેની કિંમત રૂ ૭, ૨૦,૧૪૬/- થાય જે એલ-૧ છે આમ ખરેખર એલ-ર એજન્સીને એલ-૧ દેખાડી દગભગ રૂ ૨૩૫૦૦/- વધુ ચુકવી વર્કશોપ શાખાના અધિકારી દ્વારા એજન્સીની તરફેણ કરી ભ્રષ્ટાચાર આચરેલો છે.

સેન્ટ્રલ વર્કશોપ શાખાના અધિકારી દ્વારા ર નંગ મીની ક્રેઇન માટેની ચેસીસ ખરીદવા સ્થાયી સમીતી સમક્ષ દરખાસ્ત રજુ કરી મંજુરી મેળવી મેસર્સ જીતેન્દ્ર ઓટો મોબાઇલ્સ પાસેથી ચેસીસ ખરીદેલ છે. અને આ ર નંગ ચેસીસ માટે રૂ ૧૩,૦૮,૫૨૮/- ચુકવ્યા છે.

આ ચેસીસ ખરીદવા વર્કશોપ શાખાના અધિકારી દ્વારા બે આસામીના ભાવો દરખાસ્તમાં દર્શાવી આ ચેસીસના આરટીઓ ઓફીસ  ખાતે રજીસ્ટ્રેશનનો ટેકસ  રૂ ૩૪૯૩૦/- (પ્રતિ ચેસીસ) દેખાડવામાં આવેલો છે. અને તે મુજબ બીલ બનાવી એજન્સીને બીલ ચુકવવામાં આવેલ છે. આમ જણાવવાનું કે મહાનગરપાલિકાના વાહનોને આરટીઓ રજીસ્ટ્રેશન ટેકસમાંથી મુકિત મળે છે.

માટે કોઇ ટેકસ ચુકવવાનો થતો નથી અને આ બાબતની વર્કશોપ શાખાના અધિકારીને જાણ હોવા છતાં વર્કશોપ શાખાના અધિકારી દ્વારા આરટીઓ રજીસ્ટ્રેશનનો ચાર્જ અલગથી દેખાડી એજન્સીને આરટીઓ ટેકસ પેટે  રૂ ૬૯,૮૬૦/- અને મંજુર થયેલ રકમ કરતાં રૂ  ૪૦,૨૦૦/- નું વધુ ચુકવણું કરી મહાનગરપાલિકાને  રૂ ૧,૧૦,૦૬૦/- આર્થીક નુકશાન કરી ભ્રષ્ટાચાર આચરેલ છે.આ બાબતે વિજીલન્સ તપાસ કરાવી યોગ્ય પગાલ ભરવા માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.