Abtak Media Google News

રાશનકાર્ડની કામગીરી માટે છ-છ માસ સુધી લાભાર્થીઓને ખવડાવાતા ધરમધકકા

દ્વારકા મામલતદાર કચેરીમાં છેલ્લા થોડા સમયમાં વ્યાપક ગેરરીતિ ચાલી રહી હોવાનું અને સરકારી કામગીરીમાં ‘વહીવટ’ થતો હોવાથી સામાન્ય કક્ષાના સરકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વ્યાપક કનડગત થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

રાજય સરકાર દ્વારા સમાજના જ‚રીયાતમંદ વર્ગો, ગરીબી રેખા નીચે જીવતા પરીવારો, રાશનકાર્ડમાં મળતા વિવિધ યોજના અંતર્ગતના કેરોસીન તથા અન્ય ચીજવસ્તુઓના લાભો, વિદ્યાર્થીઓના નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટસ, જાતિના દાખલા વિગેરેની કામગીરી માટે સમગ્ર ઓખામંડળના શહેરી તથા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના જ‚રીયાતમંદ વર્ગને લગતી કામગીરી દ્વારકાની મામલતદાર કચેરીએ કરવામાં આવે છે. જેમાં સ્ટાફનો અભાવ કે કામ ન કરવાની દાનત કે ‘વહિવટ’ની આશા એમ કોઈપણ કારણે આવા જ‚રીયાતમંદને છ-છ માસ જેટલા લાંબા સમય થવા છતા છાશવારે ધકકા જ ખવડાવાય છે. ખાસ કરીને રાશનકાર્ડમાં પાસને લગતી કામગીરી, નામ ચડાવવા કે કમી કરવા તથા સિકકો મરાવી જીવનજ‚રી રાશન તથા કેરોસીનના રાહત મેળવવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

આ સમગ્ર મામલા અંગે ઈન્ચાર્જ પુરવઠા અધિકારી આર.કે.વસાવાને પુછવામાં આવતા તેમણે સમગ્ર મામલો સાંભળ્યા બાદ આ વિશે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું અને જવાબ ન હોય તેમ ફોન ડીસકનેકટ કરી દીધો હતો. આ અંગે દ્વારકાના મામલતદાર એસ.આર.રાઠોડને ફોન દ્વારા સંપર્ક સાધી લોકોને સીધા સ્પર્શતા પ્રશ્ર્ન અંગે રજુઆત કરતા તેમણે જ‚રી સંવેદનશીલતા ન દાખવતા ‘હું મીટીંગમાં છું’ કહી ફોન ડીસકનેકટ કરી દીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.