Abtak Media Google News

બાંધકામના બે વર્ષમાં જ કવાર્ટરની જર્જરીત હાલતમાં: રહીશો ભયજનક સ્થિતીમાં

રેલનગર પાસેના સુભાષચંદ્ર બોઝ કવાર્ટરમાં ગાબડા પડયાની ધટના અંગે અબતક સાથેની વાતચીતમાં ઇમરાનભાઇ કાજીએ જણાવ્યું હતું કે રેલનગર ખાતે આવેલા સુભાષચંદ્ર બોઝ નંબરના કવાર્ટર ગરીબો માટે બનાવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં એટલું બેદરકારી ભર્યુ કામ કર્યુ છે કે બે વર્ષમાં જ આ પોપડા પડવા લાગ્યા છે અને ખાસ વાત એ જ કોઇ જાનમાલની હાની પહોચી નથી અને આ થવા પાછળ જવાબદાર કોણ છે?Vlcsnap 2019 05 18 13H29M56S213

આનો જવાર સરકાર કે કોર્પોરેશન કોઇ એક જવાબ આપે અને કાલ સવારે જો બીજો બનાવ બને તો આ જવાબદારી કોની અને આ આવાસો યોજના ગરીબો માટે છે તો આ આવાસ યોજના નો મતલબ શું ગરીબોને મારવા માટે આની અંદર સરકાર કે કોર્પોરેશન પાસેથી જવાબ જોઇએ કાં તો આ આવું બાંધકામ પાછળ કોર્પોરેશન કે બીલ્ડરોની મીલીભગત હોય શકે અને આવી બાબતમાં ગરીબ માણસોને શું સમજવું સવારે આ બનાવ બન્યો છે.

આ ફલેટમાં રહેતા બહેન ગર્ભવતી છે તેમને કાંઇપણ નુકશાન થયું  હોય તો તેનું જવાબદાર કોણ આ સમગ્ર બનાવનો વિડીયો ફોટો બધું જ કોર્પોરેશન નો બધા જ સભ્યોને મોકલ્યા અને ફોન પણ કરેલા હોવા છતાં કોઇપણ ફોન ઉપાડયા જ નથી અને જવાબ આવ્યો નથી અને અમારું એટલું કહેવું છે કે સરકારે યોગ્ય પગલા લેવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.