Abtak Media Google News

ઇડર તાલુકામાં આવેલ પાંચ ગામડાગામ આ ગામ પશુ પાલન અને ખેતીના વ્યવસાયથી સંકરાયેલું ગામછે અહી આદિવાસી પ્રજા વસવાટ કરેછે પાંચ ગામડા ગામમાં વસવાટ કરનાર ગરીબ પરિવારનાં માધુભાઈ ગામેતી આજના આધુનિક યુગમાં પણ સરકારી સહાયોથી વંચિત છે ગરીબ આદિવાસી પરિવાર માટીના કાચા મકાનમાં વસવાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે આ પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે આ પરિવારના માધુભાઈ ગામેતીના  જણાવ્યા અનુસાર આજથી પંદર માસ અગાઉ સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પોતાના પાકો પકવવા અને પોતાનું અને પશુઓના જીવન નિર્વાહનાં પાણીમાટે સરકારી સહાય મારફતે બોર કરવા અરજી કરવામાં આવેલ જેને લઈ સરકારી સહાય મંજુર થયેલ અને સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા મંજુર થયેલ સહાય માં પાણીના બોરને લગતા સાધનો કેજે પાણીની મોટર,પાઈપ,વાયર, જેતે સ્થળેથી આપવામાં આવેલ અને મંજુર થયેલ પાણીનો બોર ન કરાતા અરજદાર દ્વારા સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જઈ તપાસ કરતા અરજદારને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા ગરીબ આદિવાસી ખેડૂતનું સપનું ચકનાચૂર થઇ ગયું અને પંદર માસ જેટલા સમય વીતવા આવ્યા છતાં ભ્રષ્ટાચારીઓ દ્વારા ગરીબ ગરના આદિવાસી ખેડૂત પરિવારને સહાય આપવમાં આવી નહી અને હાલમાં આ પરિવાર દ્વાર જે  સ્વખર્ચે પાણીનો  બોર કરવામાં આવેલ હતો તેમાંથી જેપાણી મળે તેનાથી ખેતીનું, પોતાનું અને પશુઓનું  નિર્થાવાહ ચલાવી રહ્યા છે.

7537D2F3 20

હાલમાં ચાલતી ખેડૂતોની કહેવાતી સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખેડૂતો માટે સતત ચિંતિત રહેતી હાલની સરકારમાં પંચાયતી રાજમાં ભ્રષ્ટાચારી ઓની બોલ બાલા દિવસને દિવસે વધી રહી છે ત્યારે આપને વાત કરીએતો ગરીબ આદિવાસી પરિવારનો શું વાંક હતો કે જેમણે સરકારી સહાયના નાણામાં.મંજુર થયેલ પાણીનો બોર કરવામાં આવતો નથી અને પરિવારને ધક્કા ખવડાવવામાં આવેછે જો સરકારી સહાયમાં પાણીનો બોર મંજુર થયેલ હોય તો પાણીનો બોર ગયો ક્યા સરકારી સહાયમાં મંજુર થયેલ પાણીનો બોર ખેડૂત પરિવાર ને ન અપાતા ખેડૂત પરિવાર દ્વારા ગાંધીનગર પંચાયત વિભાગના અગ્ર સચિવ, ઇડર તાલુકા પંચાયત ,પાણી પુરવઠા અધિકારી ,સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત દરેકને અરજી મારફતે ખાતાકીય તપાસ કરવા જાણ કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ ગરીબ ખેડૂત પરિવારને ન્યાય મળ્યો નથી જેને લઈ ખેડૂત પરિવાર દ્વારા સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયના તલાટી પર સરકારી સહાયના નાણાની ઉચાપત કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.