Abtak Media Google News

નિફટીમાં ૧૬૧ પોઇન્ટનો ગાબડું: કેનેરા બેંક, ટેક મહિન્દ્રા, ભારત ઇલે. અને ગેઇલ સહિતના શેરમાં કડાકા

શેરબજારમાં ભારે વોલેટિલિટીનો દૌર જોવા મળી રહ્યો છે. એકાએક બજાર ઊંચકાય તો ક્યારેક કડાકો બોલી જાય છે. ત્યારે શેરબજારમાં લાંબા સમયથી ચાલી આવતી લેવાલીના પગલે જોવા મળેલા તેજીના ચમકારા બાદ હવે કરેક્શનનો દોર શરૂ થયો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે સેન્સેક્સમાં ૫૪૧ પોઇન્ટનું ગાબડું પડી ગયું છે. જ્યારે નિફ્ટીમાં ૧૬૧ પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.

કોરોના મહામારીમાં રાહત આપે તેવા રસીકરણના સમાચારના પગલે સેન્સેકસ છેલ્લા ઘણા દિવસોથી ઊંચકતો હતો. એક તબક્કે સેન્સેક્સ ૫૦૦૦૦ના આંકનેને એક ઝાટકે આંબી જશે તેવી આશા પણ હતી. અલબત લાંબા ગાળે કરેક્શનનો દોર શરૂ થયો છે. આજે પ્રોફિટ બુકિંગનું જોર વધુ જોવા મળતા સેન્સેક્સ ગગડી ગયો હતો. કેનેરા બેન્ક, ટેક મહિન્દ્રા, ભારત ઇલે. અને સહિતના શેરમાં કડાકા જોવા મળ્યા હતા.

આજે બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને ઑટોમોટિવ ફાર્મા અને યુટીલીટી સહિતના સેકટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ ફરીથી ૪૯૦૦૦ની સપાટી નજીક પહોંચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.