Abtak Media Google News

૩૮૪ સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો પણ મ્યુનિ કમિશનરનો નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સંવેદનશીલ હોવાની પ્રતીતિ કરાવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના હિતમાં કેટલાક આશીર્વાદરૂપ નિર્ણયો કરેલ છે. જેમાં ચાલુ ફરજ દરમ્યાન તબીબી રીતે અશક્ત બની ચુકેલા સફાઈ કામદારોના વારસદારને નોકરી આપવા તથા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવા ઉપરાંત કાયમી સફાઈ કામદારો પૈકી જેમની નોકરીના ૧૨ અને ૨૪ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે તેઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો પણ સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ દરમ્યાન તબીબીરીતે અનફિટ કે અશક્ત બની ગયેલા ૯૦ સફાઈ કામદારોના વારસદારને નિમણુંક આપવાની સાથોસાથ ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા ૧૪ સફાઈ કામદારોના વારસદારને રહેમરાહે નિમણુંક આપવાનો માનવતાલક્ષી નિર્ણય કર્યો છે. જ્યારે કાયમી સફાઈ કામદારો પૈકી જેમની નોકરીના ૧૨ અને ૨૪ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે તેવા૩૮૪ સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા નિર્ણય કર્યો છે.

મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)ની બેઠકમાં આ ઉમદા નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, જનરલ બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી નીતિ અનુસાર, ચાલુ ફરજ દરમ્યાન તબીબીરીતે અશક્ત બની ચુકેલા સફાઈ કામદારોના રાજીનામાં મંજુર કરી તેઓના વારસદારોને નોકરીમાં રહેમરાહે નિમણુંક આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

લાઈનમેનની જગ્યા માટે ૧૫ની નિમણુંક

રાજકોટ મહાનગરપાલિકામાં તદ્દન હંગામી ધોરણે ફક્ત ૧૧ માસ માટે કરાર આધારિત લાઈનમેન (રોશની) ની જગ્યા માટે માસિક ફિક્સ માનદ્દ વેતન રૂ. ૧૦,૦૦૦/- થી ભરવા માટે તા. ૦૪-૦૬-૨૦૧૯ના રોજ વોક ઇન ઈન્ટરવ્યુ ગોઠવી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવેલ હતા. જેમાં મેરીટ ક્રમાનુસાર આવતા નીચે જણાવેલ ઉમેદવારોની શરતોને આધીન લાઈનમેન (રોશની)ની જન્ગ્યા ઉપર હાજર થાય તે તારીખથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ સુધી કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, આ હુકમ મળ્યેથી દિવસ -૭ (સાત)માં રોશની શાખામાં ફરજ ઉપર હાજર થઇ જવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો તેમના પુરતો આ નિમણુંકનો હુકમ આપોઅપ રદ ગણાશે. હાજર થતી વખતે રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા સાથે ફરજીયાત કરારનામું કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.