Abtak Media Google News

10 થી 29 નવેમ્બર સુધી વિવિધ સ્પર્ધા:25મી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2020 રેન્કિંગમાં ભારતભરમાં રાજકોટ છઠા નંબરે સ્વચ્છ શહેર જાહેર થયુ છે.  ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ સ્ટેટ્સમાં 5 સ્ટાર મળેલ છે જે અન્વયે આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2021 ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા મહાપાલિકા દ્વારા જિંગલ સ્પર્ધા, મૂવી (શોર્ટ ફિલ્મ મેકિંગ) સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મ્યુરલ્સ(દીવાલમાં ચિત્ર દોરવા) સ્પર્ધા, અને શેરી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેનારને દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઠઠઠ.છખઈ.ૠઘટ.ઈંગ  ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધા 10થી 29 નવેમ્બર 2020 સુધીની રહેશે.વધુ માહિતી માટે  આઈ.ઈ.સી સેલ પ્રથમ માળ રૂમ નં -7, ઢેબર રોડ,સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન 2228177 પરથી મળી રહેશે અથવા ઈ મેલ આ.ડી IECCELLRMCGMAIL.COMદ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.

આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગતની કમિટીનો રહેશે.જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25મી નવેમ્બર નિયત કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.