Abtak Media Google News

ડમ્પીંગ સાઈટ સુધી ઘન કચરો પહોંચાડવાનું કામ રાખનાર કોન્ટ્રાકટર દ્વારા કચરામાં માટી-પથ્ર ભેળવવામાં આવતો હોવાનો વીડિયો બનાવીને કોંગ્રેસે સ્ટીંગ ઓપરેશન કર્યું

ડમ્પીંગ સાઈટ સુધી કચરો પહોંચાડવાનું કામ રાખનાર કોન્ટ્રાકટર દ્વારા કચરામાં માટી અને પથ્ર ભેળવવામાં આવતો હોવાનો વીડિયો કોંગ્રેસે ઉતારીને સ્ટીંગ ઓપરેશન પાર પાડયું છે. કોંગ્રેસે આ વીડિયોના આધારે એવો આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનમાં કચરામાં પથ્ર અને માટી ભેળવી છેલ્લા પાંચ વર્ષમાં રૂા.૧૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સો કોંગ્રેસે એમ પણ કહ્યું કે, આ મામલે ગાંધીનગર ખાતે વિજીલન્સ કમિશનને રજૂઆત કરી પગલા ઉઠાવવાની માંગ પણ કરી છે.

શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કચરા કૌભાંડનું સ્ટીંગ ઓપરેશન કરી તેને ખુલ્લુ પાડયું છે જેની વિગત આપવા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમીતીના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા. આ વેળાએ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારે માજા  મુકી છે. કોર્પોરેશને હવે કચરાને પણ છોડયો ની. રાજકોટમાં ઘન કચરાના નિકાલ કરવાનો કોન્ટ્રાકટ અપાયો છે. ઘરેી અને રસ્તા પરી કચરો ઉપાડી તેનો ડમ્પીંગ સાઈટ  ખાતે નિકાલ કરવામાં આવી છે. અધિકારીની મીઠી નજર તળે આ કચરાના વાહનોમાં કાટમાળ, માટી, ભરતી, ધુળ, પથ્રા નીચે નાખી ઉપર કચરો નાખી દેવામાં આવે છે તેની ઉપર તાળપત્રી ઢાકી દેવામાં આવે છે. આવું કરવાી કચરાનો વજન વધી જાય છે. આમ ઘન કચરામાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડી કોન્ટ્રાકટરને વધુ રૂપિયા મળે છે. સામાન્ય પ્રજાના ટેક્ષના રૂપિયા ભ્રષ્ટાચારી ભાગ બટાઈ દ્વારા ઘર ભેગા કરવામાં આવે છે.

વધુમાં તેઓએ કહ્યું કે, કોંગ્રેસના ફરિયાદ સેલના ચેરમેન દ્વારા સ્ટીંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં વિવિધ કોન્ટ્રાકટરના ટ્રકમાં કચરા સો માટી અને પથ્ર ભેળવવામાં આવતા હોવાના વિડીયો પ્રુફ લેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષી અંદાજે રૂા.૧૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં શાસક પક્ષની પણ મીલીભગત હોઈ શકે છે. વધુમાં ઉમેર્યું કે, કૌભાંડ આચરનાર કોન્ટ્રાકટરને આ અંગે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, મારી વિરુધ્ધમાં કંઈ ઈ શકે તેમ ની. મારા હપ્તા છેક સુધી પહોંચે છે. આમ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશનમાં કચરા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સો સ્ટીંગના વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.