Abtak Media Google News

ટાણે કટાણે જાહેર વીડિયોમાં પ્રજાને કોઇ સંદેશ ન હોવાનો અહેસાસ

નગરની જનતાએ સ્વબળે જ જામનગરને ઝળહળતું રાખ્યું છે

જામનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં એક વીડિયો જાહેર કરાયો છે. તેમાં કોઇ પ્રજાજોગ સંદેશ નહી પણ વ્યક્તિ વિશેષનો પ્રચાર કરાયો હોવાની લોકો લાગણી વ્યકત કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-ર૦ર૦ ના અંતમાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી ડિસેમ્બર-ર૦ર૦ માં ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પણ યોજાશે તેવી આશા રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા નગનતા રાજકીય વ્યક્તિઓ રાખી રહ્યાં છે.

જામનગર શહેરનો સપના દિવસ વિક્રસ સંવત પ્રમાણે દર વરસે શ્રાવણ સુદ સાતમના છે. જ્યારે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પહેલી મે છે. બાકી દેશના રાષ્ટ્રીય પર્વ ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઓગસ્ટ છે. જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો… “ઝગમગશે જામનગર”

હાલ છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર દેશ-વિશ્વ કોરોના મહામારીના કારણે અત્યંત કપરાઅ કાળમાંથી પસાર થઈ રહ્યા છે. આ મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. લોકડાઉનના કારણે ગરીબ-મધ્યમ વર્ગ, વેપારીઓ, ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. બેરોજગારોની હજી કેવી સ્થિતિ થશે તે નક્કી નથી…? શિક્ષણ ક્યારે શરૂ થશે, તે કોઈ કહી શકે તેમ નથી…! ભલે છૂટછાટો જાહેર થવાનો સીલસીલો ચાલુ રહે તો પણ બુધ્ધ થાળે પડતાં ખાસ્સો સમય લાગશે તે નક્કી છે.

આવા કપરાં કાળમાં કોઈપણ વિશિષ્ટ દિવસ નહીં હોવા છતાં મહાનગરપાલિકાએ શા માટે વીડિયો જારી કર્યો તે સમજાતું નથી… અલબત્ત કોરોના સામેની લડાઈમાં આમજનતાનો જુસ્સો ટકાવી રાખવા, તેમને બિરદાવવાનો હેતુ હોય તો પણ આ વીડિયો માં એવી ખાસ કોઈ અસર જણાતી નથી.

કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા અનેક પ્રસંગોમાં કે આપત્તિઓમાં લોકોનું મનોબળ ટકી રહે, લોકોમાં જાગૃતિ આવે, તેના પ્રયાસરૂપે ખૂબ જ અસરકારક જાહેરાતો, વિડીયો ક્લીપીંગ્સ બનાવીને તેનો પ્રચાર-પ્રસાર થયો જ છે. પણ તેમાં મહદ્અંશે આમજનતાના પાત્રોને જ દર્શાવી સંવેદનશીલ સંદેશા આપ્યા છે.

બાકી ઝગમગશે જામનગરના વિડીયોમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને તે માત્ર સત્તાધારી પક્ષના જ નેતાઓને રજૂ કરી કોઈ સંદેશના બદલે રાજકીય પક્ષ કે આવા વ્યક્તિ વિશેષનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોય તેમ જણાય છે. જો કે, ઉચ્ચ અધિકારીઓને પણ તેમાં સાથે રાખીને બચાવનો પ્રયાસ પણ થયો જ છે.

જામનગર મહાનગરપાલિકા તંત્રની અણધડ, નિંભર, ભ્રષ્ટ, તંત્ર વિશે લગભગ દરરોજ કોઈને કોઈ બાબતમાં કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યાં છે. ત્યારે આવા વીડિયો ના ખેલ માટે કોઈને નવાઈ લાગે તેવું નથી…! પણ આ વીડિયો અટાણે-કટાણે શા માટે રજૂ થયો તેવો સવાલ તો જરૂર ચર્ચાઈ રહ્યો છે… અને આ વિડીયોના નિર્માણ માટે કેટલો ખર્ચ થયો, તેનું કામ કોને કેવી રીતે સોંપાયું તેની વિગતો જામનગર મહાનગરપાલિકાએ જાહેર કરવી જોઈએ…

બાકી જામનગરની જનતા તો શોખીન, આળસુ, સહનશીલ ભલે રહી, પણ ખમીરવંતી પણ છે જ. કોઈપણ આપત્તિમાંથી સ્વબળે બહાર આવીને જામનગરને ઝગમગતું રાખ્યું જ છે…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.