Abtak Media Google News

બેકટોરીયોલોજીકલ તા કેમીકલ પરીક્ષણ વિના ભરાતા હતા પાણીના કેરબા, ઉત્પાદન કેન્દ્રો પર બેફામ ગંદકી, પાણીના શુદ્ધિકરણ અંગે ચકાસણી કરવાના કોઈ સાધનો ન હતા

પાણીના જગ કે બોટલ ધોવાની કોઈ વ્યવસ ન હતી: છેતરામણા નામી વેંચાતુ હતું પાણી

મિનરલ વોટરના નામે દુષિત પાણી વેંચવામાં આવતુ હોવાની ઘટનાનો આજે વધુ એક વખત પર્દાફાશ થયો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના સોરઠીયાવાડી વિસ્તાર નજીક આવેલ પટેલનગરમાં પાણીના જગના ઉત્પાદન કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બેકટોરીયોલોજીકલ કે કેમીકલ પરિક્ષણ વિના જ મિનરલ વોટરના નામે પાણીના જગ વેંચાતા હોવાનું કારસ્તાન પકડાયું હતું.

New Impact Logoઆ અંગે વધુ માહિતી આપતા મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, પાણીના જગ/૪ ઉત્પાદન કેન્દ્રો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાની ફરિયાદ મળતા આજે ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. શહેરના સોરઠીયા વાડી પાસે પટેલનગર શેરી નં.૨માં પ્રાગજીભાઈ વરસાણીની માલીકીના અમર ડ્રીંકીંગ વોટર મિતેશભાઈ પીપળીયાની માલીકીના પટેલ વોટર સેલ્સમાં ચેકિંગ દરમિયાન અનેક ક્ષતીઓ પકડાઈ હતી. લુઝ પાણીના ઉત્પાન કેન્દ્રો પર ઉત્પાદનમાં લેવામાં આવતું પાણીનું બેકટોરીયોલોજીકલ તા કેમીકલ પરીક્ષણ કરવામાં આવતું ન હતું. ઉત્પાદન કેન્દ્રો પર દિવાલ ભોય તળીયું અને સ્ટોરેજ બીન આરોગ્યપ્રદ સ્થિતામાં જોવા મળ્યા હતા. પાણીનું ફાઈનલ પરીક્ષણ કરવામાં આવતું ન હતું. ઉપયોગમાં લેવામાં આવતા પાણીના શુદ્ધીકરણની ચકાસણી પણ કરાવેલી ન હોવાનું માલુમ પડયું હતું. પાણીના જગ કે બોટલ ધોવાની કોઈ જ વ્યવસ સ્ળ પર ન હતી.

Img 8240પાણીના સ્ટોરેજમાં પણ ખૂબજ કચરો જોવા મળ્યો હતો. છેતરામણા નામી પાણીનું વેંચાણ કરવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મિનરલ વોટર, પેકેજ ડ્રિકીંગ વોટર અને પીવાના પાણીના જગ ઉત્પાદકોએ અમુક નિયમોનું ફરજીયાતપણે પાલન કરવું પડે છે. જેમાં બીઆઈએસનું લાયસન્સ ધરાવનાર, પાણીના પાઉચ, પેકેજ ડિકિંગ વોટરના ઉત્પાદન કેન્દ્રએ બીઆઈએસનું રીન્યુઅલ સર્ટીફીકેટ અવશ્ય રાખવું અને એસએસઆઈનું અમલીકરણ કરવું, લુઝ પાણીના જગ કેરબા અને જારના ઉત્પાદકોએ ઉપયોગમાં લેવાતા પાણીના સોસનું બેકટોરીયા અને કેમીકલ પરીક્ષણ કરાવ્યા બાદ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનું યોગ્ય રીતે ફલોરીનેશન અવા સુધ્ધિકરણ કર્યા બાદ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.  લુઝ પાણીના વેંચાણ માટે માન્યતા પ્રાપ્ત આરઓ કે અન્ય મેડનો ઉપયોગ કરવો અને સમયાંતરે તેને રીન્યુઅલ કરાવવા ફિલ્ટર કે સાધન સામગ્રી બદલાવી તેનો રેકોર્ડ મેન્ટેન્સ રાખવો, ફાઈનલમાં ઉપયોગમાં લેવાતા પાણીનો વેંચાણ કરવું, કેરબા, બોટલના ઉપયોગ કરતા પહેલા સ્વચ્છ ગરમ પાણીી તેને ધોઈ અને સુકવ્યા બાદ ઉપયોગ કરવો અને ફૂડ ગ્રેડ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો.

બરફ, મિનરલ વોટર, ડ્રિકીંગ વોટર અને ગોલાના વેપારીઓ માટે કોર્પોરેશનની ગાઈડલાઈન જાહેર

Img 20180402 Wa0019

ઉનાળાની સીઝનમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ આજે આરોગ્ય શાખાએ બરફના ઉત્પાદન કેન્દ્રો, ડ્રિકીંગ વોટર અને બરફ ગોલાના વેપારીઓ માટે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એકટની ચુસ્ત અમલવારી માટે ગાડઈલાઈન જાહેર કરી છે. જેમાં આઈસ ફેકટરીએ બરફ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પાણીનું બેકટોરીયોલોજીકલ અને કેમીકલ પરિક્ષણ કરાવી દર ૧૧ દિવસે તેનો રિપોર્ટ કોર્પોરેશનમાં રજૂ કરવો. બરફ બન્યા બાદ ફાઈનલ પ્રોડકટની ચકાસણી કરવી, સંગ્રહ સનો સ્વચ્છ આરોગ્યપ્રદ અને હવા ચુસ્ત રાખવા, ક્ધટેનર કાટ વિનાના સ્વચ્છ રાખવા, આઈસ ફેકટરીમાં કામ કરતા વર્કરોનું મેડિકલ ફિટનેશ સર્ટી રજૂ કરવું. છુટક વિક્રેતાએ બરજ વેંચાણ કરતી વખતે પાણીના પરિક્ષણનો રિપોર્ટ તા બીલ આપવું, બરફ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં ન લેવું તેવું બોર્ડ મારવું જયારે મિનરલ વોટરના ઉત્પાદનો માટે પણ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

શુધ્ધિકરણ માટે લેવામાં આવતી પાઈપ લાઈન આરોગ્યપ્રદ રાખવી, ભોય તળીયું આરોગ્યપ્રદ અને ચોખ્ખુ રાખવુ, ડિસ્પોઝેબલ ડિસ અને ચમચીનો ઉપયોગ કરવો, આઈસ ગોલા માટે સેક્રીન અને કેમીકલ વિનાના સરબતનો ઉપયોગ કરવો, વાસી તૂટીફૂટી, નાળીયેર ખમર ચેરી કે માવાનો ઉપયોગ ન કરવો તેના બદલે તાજી મલાઈ કે મિલ્ક પ્રોડકટનો ઉપયોગ કરવો, બરફ જે જગ્યાએ ખરીદવામાં આવ્યો હોય તેનું બીલ રાખવું, સગ્રહ માટે આઈસ બોકસ કે અન્ય પાત્રને વ્યવસ રાખવા માટેની સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.