Abtak Media Google News

સીલીંગ તો સારવાર નહીં તેવી ડોક્ટરોની ચીમકી બાદ

આઈએમએના બે ડોક્ટરો અને ડીએમસી સાથે મળીને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઝડપથી લાગે તેવા પ્રયાસો કરશે,ફાયર સિસ્ટમ લગાવવા માટેનો વર્ક ઓર્ડર આપી દીધો હોય તેવી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં લેવાય

શહેરની ૬૦૫૫ બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી નથી:ફાયરસેફ્ટી ધરાવતો માત્ર ૧૩૧૩ બિલ્ડીંગ

શહેરની ઉદય કોવિડ હોસ્પિટલમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ અદાલતની ટકોર પછી કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ફાયર સેફટી અંગે ધડાધડ નોટીસો ફટકારવામાં આવી રહી છે.જે હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી નહીં હોય તે દર્દીઓને સારવાર માટે દાખલ કરી શકશે નહીં તેવી નોટિસ આપવાની આવી છે.જે સંદર્ભે ગત શનિવારે તબીબોએ પણ ત્રીજું નેત્ર ખોલ્યું હતું અને એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો કોર્પોરેશન એકપણ હોસ્પિટલને સીલ કરશે તો દર્દીઓને આપવામાં આવતી સારવાર બંધ કરી દેવામાં આવશે. તબીબોના ઈન્જેક્શન બાદ મહાપાલિકાનું તંત્ર ઝૂકી ગયું છે. અને ફાયર એન.ઓ.સી મામલે હવે વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશામાં પ્રથમ પગલું લેવામાં આવ્યું છે.

શહેરભરની તમામ ૧૫ દિવસમાં ફાયરસેફ્ટી અંગેનું એન.ઓ.સી લેવાની જાહેર નોટિસ આપવામાં આવી હતી.જો ફાયર એનઓસી નહી હોય તો હોસ્પિટલોને સીલ કરવામાં આવશે. તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી. તંત્રના આ નિર્ણયના વિરોધમાં ગત શનિવારે રા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન રાજકોટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર રજૂઆતમાં કરાય હતી. આઈએમએ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે એક પણ હોસ્પિટલ સીલ કરાશે તો દર્દીઓને અપાતી સારવાર બંધ કરી દેવામાં આવશે.ડોક્ટરોની આ ચીમકી બાદ તંત્ર ઘૂંટણિયે પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ફાયર સેફ્ટીના એન.ઓ.સી અંગે હવે વ્યવહારુ ઉકેલની દિશામાં પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે.

તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં ઝડપથી ફાયરસેફ્ટીની સિસ્ટમ કાર્યરત થાય તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના બે હોદ્દેદારો અને કોર્પોરેશનના બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સતત સંકલનમાં રહેશે. જે હોસ્પિટલોએ ફાયર ની સિસ્ટમ લગાવવા માટે વર્ક ઓર્ડર આપી દીધો છે અને તેની નકલ જો મહાપાલિકા સમક્ષ રજુ કરશે તો તેની સામે સીલીંગ કે અન્ય કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં આટલું જ નહીં ફાયરસેફ્ટીનું એન.ઓ.સી ન લેનાર હોસ્પિટલો સામે હાલ સીલીંગ સહિતની આકરી કાર્યવાહી કરવાના બદલે માત્ર હોસ્પિટલોના નળજોડાણ કપાત કરવાના કે તેને જોડાણ કાપી નાંખવા જેવા પગલા લેવામાં આવશે. શહેરભરમાં તંત્રની લાપરવાહીના કારણે ફાયરસેફ્ટીના એકપણ નિયમોની અમલવારી થતી ન હોય તેવું લાગી રહ્યું છે ચેકિંગ અને સર્વે દરમિયાન એવું માલૂમ પડ્યું છે કે શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સ સહિતની ૬૦૫૫ બિલ્ડિંગોમાં ફાયર સેફટી અંગે કોઈ એનઓસી જ નથી માત્ર ૧૩૧૩ બિલ્ડિંગો છે ફાયર સેફટીના તમામ સાધનો ધરાવે છે.જ્યારે એન.ઓ.સી રીન્યુ માટે માત્ર ૫૦૭ અરજીઓ જ આવી છે ફાયર સેફટીના નિયમોની કલાક અમલવારી કરવાના બદલે હવે તંત્ર વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.