Abtak Media Google News

આવતીકાલે કોલકત્તા ખાતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને એવોર્ડ એનાયત કરાશે

રાજકોટ મહાનગરપાલિકાએ  m-Governance પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રે હા ધરેલી વિવિધલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ મહાનગરપાલિકાને વધુ એક એવોર્ડ પ્રાપ્ત યો છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઓનલાઈન મળી રહે તેમજ આઈ.ટી. ક્ષેત્રની અન્ય નોંધપાત્ર કામગીરીની પ્રશસ્તિ રૂપે આવતીકાલે સાયન્સ સીટી કલકત્તા ખાતે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (સી.એસ.આઈ.) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને CSI-Nihilent એવોર્ડ આપવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ વતી મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

આ વિષયમાં વાત કરતા મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ આઈ.ટી. ક્ષેત્રે હા ધરેલી વિવિધ કામગીરીની કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (સી.એસ.આઈ.) દ્વારા નોંધ લેવામાં આવેલ છે.

રાજકોટનાં નાગરિકોને જુદી જુદી મોબાઈલ સેવાઓ જેવીકે એલર્ટ સર્વિસ, ઈન્ટરેકટીવ સર્વિસ અને મેનેજમેન્ટ સર્વિસ,કોમ્પ્યુનીટી હોલ બુકિંગ તેમજ સ્પોર્ટસ યુટિલિટી રજીસ્ટ્રેશન વગેરે જેવી જુદી જુદી કેટેગરીમાં આશરે ૨૫ જેટલી સેવાઓ મોબાઈલ એપ્લીકેશન તેમજ S.M.S.દ્રારા આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષ , જન્મ મરણ, વ્યવસાયવેરા, પાણી ચાર્જ, વેકસીનેશન એલર્ટ જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમજ મહાનગરપાલિકાનું આધુનિક ૨૪ x૭ કોલ સેન્ટર પણ ચાલી રહેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાને ૨૦૧૧-૨૦૧૨ નાં વર્ષમાં પણ મહાનગરપાલિકાની જુદી જુદી મોબાઈલ આધારિત સેવાઓ માટે નાં પ્રોજેકટ An Efficient Way to Meet Citizens Expectationsને m-Governanceકેટેગરીમાં  દેશની પ્રતિષ્ઠિત સંસ ComputerSociety Of India (CSI) કે જે દેશની સૌી મોટામાં મોટી  I.T. પ્રોફેશનલોની સંસ  કે જેમાં ૯૦૦૦૦ કરતાં પણ વધારે મેમ્બરો જેવાંકે સોફ્ટવેર ડેવલપરો, આઈટી વેન્ડરો, પ્રોજેકટ મેનેજરો વિગેરે નો સમાવેશ ાય છે તે સંસ દ્રારા વિજેતા જાહેર કરવામાં આવેલ.

CSI-Nihilent દ્રારા ૨૦૧૧-૨૦૧૨ નાં વિજેતાઓ દ્રારા અમલમાં મુકાયેલાં પ્રોજેકટ હાલમાં સુચારુ રુપે ચાલુ છે કે કેમ તે અંગે એક સર્વે હા ધરવામાં આવેલ અને તેમાં જો આ પ્રોજેકટ ચાલુ હોય તો તે અંગે એવોર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાને ઉપરોક્ત ૨૦૧૧-૨૦૧૨ માં અમલમાં મુકાયેલ m-Governanceપ્રોજેકટ કાર્યાન્વીત હોય તેમજ ત્યાર પછીનાં વર્ષોમાં સમય સો ટેકનોલોજી અનુરૂપ સુધારા કરીને હાલમાં સુચારુ રુપી તેનો અમલ ચાલુ હોઈ Sustenable Projectકેટેગરીમાં  એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.