Abtak Media Google News

ભાદર ડેમ નજીક પાઇપલાઇન અને ફલોમીટરનું ગાસ્કેટ લીકેજ હોવાથી રીપેરીંગની કામગીરી સબબવોર્ડ નં.૩,૧૩,૧૪ અને ૧૭માં પાણી કાપની જાહેરાત

ચોમાસાની સીઝન હવે વિદાય લેવાની અણી પર છે મેધરાજાએ ભરપુર મહેર કરતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ પાંચેય જળાશયો છેલ્લા એક માસથી સતત છલકાય રહ્યા છે ડેમો ઓવર ફલો થઇ ગયા બાદ રાજકોટવાસીઓ એવું માનીને હરખાતા હતા કે,  હાશ હવે આખુ વર્ષ પાણીની તકલીફ વેઠવી નહી પડે પરંતુ વાસ્તવિક ચિત્ર કંઇક અલગ જ છે. ડેમો ભલે જળ વૈભવથી છલકાય રહ્યા હોય પરંતુ રાજકોટવાસીઓના નસીબમાં પાણીનું કાયમી સુખ નથી…. નથી… અને નથી.. જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી આવતીકાલથી બે દિવસ પાણી કાપનો કોરોડો વિંઝવામાં આવ્યો છે. કાલે બુધવારે બે વોર્ડમાં અને ગુરુવારે ૩ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

કોર્પોરેશનની વોટર વર્કસ શાખાની અખબારી યાદીમાં જણાવવાનુસાર ભાદર પાણી પુરવઠા યોજના અંગર્તત ભાદર ડેમ પાસે લીલાખા ગામ નજીક ૯૦૦ એમએમ મેઇન લાઇન તેમજ ભારદ ડેમની આઉટ ગોઇંગ લાઇન પર મૂકવામાં આવેલા ફલો મીટરનું ગાસ્કેટ લીકેજ હોવાથી રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી તા.૩૦ને બુધવારના રોજ સેન્ટ્રલ ઝોન હેઠળ ગુરુકુળ હેક વર્કસ નીચે આવતા વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૩ માં ગોંડલ રોડ પરના વિસ્તારો તથા ૧ ઓકટોબરે ગુરુવારના રોજ ઢેબર રોડ પરના વોર્ડ નં.૭ વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૭ માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.