Abtak Media Google News

મરચું, હળદર, ધાણાજીરૂ , મરી પાવડર, તજ લવીંગ, એલચી સહિતના મસાલામાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે દરોડા: ૧૫ સ્થળે નમુના લેવાયા

હાથી, અદાણી, તુલસી અને ડબલ હાથી બ્રાન્ડના મરચું, હળદર પાઉડર, ધનીયા પાઉડર સહિતના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

બારમાસી મસાલા ભરવાની સીઝનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને ભેળસેળ વગરના શુઘ્ધ મસાલા શહેરીજનોને મળી રહે તે માટે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતી મસાલા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ૧૫ સ્થળોએથી નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Img 20180507 Wa0036આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે રૈયા રોડ પર આઝાદ ચોકમાં ખોડિયાર મસાલા બજારમાં શિવાંગભાઈ પોપટને ત્યાંથી સાંઈરામ બાંધાની હિંગ, જલારામ મસાલા માર્કેટમાં સંદિપભાઈ કોટકને ત્યાંથી સેલમ હળદર, પરાબજારમાં સુધીર એન્ડ કંપની હાથી મસાલા, ગૌરાંગભાઈ સુરેશભાઈ પુજારાને ત્યાંથી હાથી ચીલી પાઉડર અને હાથી હળદર પાઉડર, મનહર પ્લોટમાં રતન રમાનાથ શેઠીના અદાણી બ્રધર્સમાંથી અદાણી ચીલી પાઉડર, કાશ્મીરી, અદાણી સ્પાઈસીસ ટરમરી પાઉડર (સેલમ), આલાપ ગ્રીન સિટી સામે ખોડલધામ મસાલા માર્કેટમાં ચોટલીયા મયુરભાઈ હસમુખભાઈના રામેશ્ર્વર સીઝન સ્ટોર્સમાંથી જી‚ખોડિયાર મસાલા ભંડારમાં ચંદ્રકાંતભાઈ વિઠ્ઠલાણીના ભવાની મસાલા ભંડારમાંથી લવીંગ, કુવાડવા રોડ પર મેલડી માં મસાલા માર્કેટમાં પરેશભાઈ હસમુખભાઈ કોટકની શ્રીનાથજી મસાલા બજારમાંથી હળદર પાઉડર, વિપુલભાઈ બગડાઈની જય જલારામ મસાલા ભંડારમાંથી ધાણા પાઉડર, સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડમાં દિલીપભાઈ મુરાણીની પટેલ એન્ટરપ્રાઈઝમાંથી તુલસી એગ માર્ક ધણીયા, કિર્તીકુમાર પાબારીના મધુસુદન એન્ડ કંપનીમાંથી ડબલ હાથી મસાલા, શ્રીરામ મસાલા માર્કેટમાં ધર્મેશભાઈ સુબાના જય જલીયાણ ગૃહ ઉધોગમાંથી જીરૂ ગૌરાંગભાઈ દિપકભાઈ રાજદેવની માલિકીના જય જલીયાણ ગૃહ ઉધોગમાંથી નાના મરી આખા તથા નાનામૌવા મેઈન રોડ પર ઉમિયા મસાલા ભંડારમાં સંજયભાઈ જોબનપુત્રાની ભગવતી મસાલા માર્કેટમાંથી ધાણાના તુરીયાના નમુના લેવામાં આવ્યા હતા.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મરચા પાઉડરમાં હલકી કક્ષાના મરચા, મરચાના બી, ડીટીયા, કલર તથા સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ કરવામાં આવે છે. હળદરમાં કલર તથા સ્ટાર્ચની, ધાણા જીરૂ પાઉડરમાં જીરૂની ડુંડી, ભુસુ અને કલર, મરી પાઉડરમાં પપૈયાના બી, કલર તથા એસેન્સેસ, એલચીમાં અર્ક કાઢી એસેન્સ નાખી વહેચવામાં આવે છે ત્યારે સુકાને મરચાને આકર્ષવા બનાવવા માટે સુદાન ડ્રાઈ લગાવવામાં આવે છે તેના ઉપયોગથી આરોગ્યને બહુ મોટું નુકસાન થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.