Abtak Media Google News

૧૪૯, ઝાડા-ઉલ્ટીના ૮૩ અને તાવના માત્ર ૨૩ કેસ સપ્તાહમાં ડેન્ગ્યુનો એકપણ કેસ ન નોંધાતા લોકોમાં આશ્ચર્ય

રોગચાળાના આંકડા છુપાવવામાં કોર્પોરેશન દિન-પ્રતિદિન વધુ પાવરધુ થઈ રહ્યું છે. મહાપાલિકાના ચોપડે રાજકોટ શહેર જાણે ડેન્ગ્યુ મુકત થઈ ગયું હોય તેમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ૧૭ લાખની વસ્તી વચ્ચે ડેન્ગ્યુનો એકપણ કેસ ન નોંધાતા લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.તો સામાન્ય ઝાડા-ઉલ્ટી અને તાવના પણ જે આંકડા જાહેરકરવામાં આવ્યા છે તે લોકોના ગળે ઉતરે તેમ નથી. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે છતાં આરોગ્ય શાખા રાજકોટ તંદુરસ્ત હોવાના ગાણા ગાઈ ર્હયું છે.

મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીના જણાવ્યાનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સામાન્ય અને તાવના ૧૪૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૩ કેસ, ટાઈફોઈડનો ૧ કેસ, મરડાના ૬ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૨૩ કેસો નોંધાયાછે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે શહેરમાં ૩૦૩૩૬ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરોના નાશ માટે ૨૯૧૩ ઘરોમાં ફોગીંગની કામગીરી, શાળા, કોલેજ,હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત ૧૨૩ સ્થળે ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ સબબ ૫૭ લોકોને નોટિસફટકારવામાં આવી હતી. જયારે ૯ ઘરોમાં પોરાભક્ષક માછલીનું વિતરણકરવામાં આવ્યું છે.

ખોરાક જન્ય રોગચાળાની અટકાયત માટે ૬૭ રેકડી, ૫૪દુકાન, ૧૫ ડેરી, ૧૩ હોટલ રેસ્ટોરન્ટ,૧૫ બેકરી સહિત કુલ ૧૬૪ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું અને ૭૯૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી ૬ સ્થળેથી નમુના લેવાયા હતા અને ૨૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.