કોર્પોરેશનના અધિકારીઓને ૭ દિવસમાં મિલકતો જાહેર આદેશ

RMC
RMC

કલાસ-૧ અને ૨ ના અધિકારીઓએ સ્થાવર, અસ્કયામતો નિયત પત્રકમાં દર્શાવી પડશે

રાજય સરકારના આદેશ મુજબ દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો અંગેની માહિતી જાહેર કરવાની રહે છે જે અંતર્ગત આગામી ૭ દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને મિલકતોની વિગત જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજય સરકારના વર્ષ ૨૦૧૪ના કાયદા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દરેક બિન રાજય પવિત્ર અધિકારીઓએ સરકારના આદેશ મુજબના નમુનામાં સ્થાવર અસ્કયામતોનું પત્રક રજુ કરવાનું રહે છે. તેમજ ગુજરાત સેવા (વર્તણુક) નિયમો ૧૯૭૧ નિયમ-૧૯ (એકટ)ની જોગવાઈ અન્વયે નમુનામાં મિલકતની વિગતો પુરી પાડવાની રહે છે. આ અંગે પરીપત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મહાપાલિકાની મહેકમ શાખા દ્વારા એક પરીપત્ર પ્રસિદ્ધ કરાયો છે. જેમાં કલાસ-૧ અને ૨ ના તમામ અધિકારીઓએ અસ્કયામતોનું પત્રક નિયત સમય મર્યાદામાં જમા કરાવેલ નથી. તેઓએ જરૂરી સ્પષ્ટતા સાથે આગામી ૭ દિવસમાં અસ્કયામતોનું નિયત નમુના પત્રક મહેકમ શાખામાં પહોંચતું કરવાનું રહેશે આવું ન કરનાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Loading...