Abtak Media Google News

સેનિટાઇઝર બનાવતી કંપનીઓની સંખ્યા બમણી થઇ

કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં છે ત્યારે કોરોના વાયરસને આવ્યાનો આટલો સમય થવા છતાં હજુ સુધી તેનો એન્ટીડોટ મળી શકયો નથી. ત્યારે ડોકટરો તેમજ વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝર એકોરોના સામે જાળવણી માટેના કેટલાક રસ્તાઓ ચીંઘ્યા છે. જેમાં મોં પર માસ્ક પહેરવું વારંવાર હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું, જો ભારતની વાત કરવામાં આવે તો કોરોના ના સમય પહેલા ભારત અને ખાસ તો ગુજરાતમાં હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ સાવ નહિંવત પ્રમાણમાં થતો હતો. પરંતુ કોરોના વાઇરસ બીમારી આવી ત્યારથી હેન્ડ સેનિટાઇઝરની માંગ વધતા તે વ્યવસાય આશમાને પહોંચી ગયો છે. કોરોનાથી સેનેટાઇઝરના વ્યવસાયમાં ૩૦૦ ટકાનો અધધ…. વધારો જોવા મળ્યો છે.

કોરોના વાયરસને કારણે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ વઘ્યો છે જેનાથી સેનિટાઇઝરની માંગમાં અત્યંત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને કારણે લોકો સેનિટાઇઝરને ઉપયોગ કરતાં થયાં છે. ત્યારે કોરોના વાયરસની સ્થીતી પહેલા સેનિટાઇઝરનો ઉપયોગ સૌથી ઓછા પ્રમાણમાં થતો હતો. પરંતુ હવે હેન્ડ સેનિટાઇઝરને લોકોએ જીવન જ‚રીયાતની વસ્તુમાં સામેલ કહેવાય, હેન્ડ સેનિટાઇઝરની અચાનકથી માંગમાં વધારો થતાં નવી નવી કંપનીઓ પણ સેનિટાઇઝરની ઉપયોગ વધાર્યો, અલગ અલગ કંપનીઓ દ્વારા ગુજરાતમાં રોજે ર કરોડ લીટર જેટલું સેનિટાઇઝર ઉત્પાદન કરવામાં આવે છે. જે પહેલાના સમય કરતાં ૩૦૦ ટકાનો વધારો કહી શકાય. કોસ્મેટીક, એલોપેથીક અને આયુર્વેદિક કંપની દ્વારા પણ હવે સેનિટાઇઝર બનાવવામાં આવી રહ્યું છે. જે વિશે ડો. એચ.જી. કોશીયા એ જણાવ્યું હતું કોરોનાની મહામારી પહેલા સેનેટાઇઝરનું ઉત્પાદનનો ડેટા કાંઇ ખાસ હતો નહીં. પરંતુ કોરોના વાઇરસ આવતા તેમાં એકા એક વધારો થયો છે.

સેનિટાઇન્ઝર ઉઘોગમાં આ પહેલા આવો ઉછાળો કયારેય પણ જોવા મળ્યો નથી. ૮૫ જેટલી નવી કંપનીઓ કે જે કોસ્મેટીક પ્રોડ. કે દવાઓની કોઇ પ્રોડકટ સાથે જોડાયેલ તેમણે પણ લોકડાઉનના સમયગાાળામાં સેનિરાઇઝર ઉત્પાદનની પરવાનગી મેળવીને ઉત્પાદન શ‚ કરી ચુકયા છે. જો કંપનીઓની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન બીજી ઘણી કંપનીઓ સેનિટાઇઝર ઉત્પાદન કરવાના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. ઝાપહસ વેલનેસ, ઇરીઝ બાઇક સાઇન્સ તેમજ રસના ગ્રુપ અને નીવીયા ઇન્ડીયા જેવી કં૫નીઓએ પણ સેનિટાઇઝર વ્યવસાયમાં ઝંપલાવ્યું છે.

ડ્રગ કમિશને જણાવ્યું હતું કે ગુજરાતએ ફાર્માસ્ટીકલનું હબ છે. ત્યારે ગુજરાતમાં ઘણી કંપનીઓ પાસે હેન્ડ સેનેટાઇઝર બનાવવા માટેનું લાયસન્સ પહેલેથી જ હતું પરંતુ કંપનીની સેનેટાઇઝર ઉત્૫ાદન કરતાં ન હતા.

પરંતુ કોરોના વાઇરસની મહામારી આવી અને સેનિટાઇઝરની માંગમાં એકા એકથી ઉછાળો આવતા તે લોકો દ્વારા પણ સેનેટાઇઝરનું ઉત્પાદન શ‚ કરી દેવામાં આવ્યું હતું. હાલ ગુજરાતમાં ૪૯૯ કંપનીઓ સેનેટાઇઝર બનાવે છે. જે પહેલા ૨૮૮ કંપનીઓ હતી. જેમની પાસે ૨૬૨૭ લાયસન્સો છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં રોજે ૧ લાખ ‚પિયાના હેન્ડ સેનિટાઇઝરનું વેચાણ કરતા હતા. માર્ચ મહિનામાં ગુજરાત તેમજ ભારતમાં કોરોના આવતા ૧૦ લાખ ‚પિયાનું રોજે સેનિટાઇઝર વેચાતું હતું. અને એપ્રિલ મહિનામાં રોજનું ૩૦ લાખ રૂપિયાનું સેનિટાઇઝર વેચાતું હતું. આમ, કોરોના વાસરસને કારણે સેનિટાઇઝર ના વ્યવસાયમાં ૩૦૦ ટકાનો અધધ… વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.