કોરોનાના રેકોર્ડ ૬૩૩૯ નવા કેસો સામે રીકવરી રેટ ૪ર ટકાએ પહોંચ્યો

દેશમાં કોરોના કુલ ૧,ર૩,૦૮૧ કેસોમાંથી ત્રીજા ભાગના ૪૪,૫૮૨ કેસો મહારાષ્ટ્રમાં: તમિલનાડુ ૧૪,૭૫૩ કેસો સાથે બીજા નંબરે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનું સંક્રમણ હવે ભારતમાં ઝડપભેર ફેલાય રહ્યું છે. દેશમાં કોરોનાના સંક્રમણકાળ દરમ્યાન  ગઇકાલે નવા કેસોની સંખ્યામાં ચોથો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પ્રથમ વખત રેકોર્ડ ૬,૩૩૯ નવા કેસો નોંધાતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા સવા લાખની નજીક ૧,૨૩,૦૮૧ એ પહોંચી જવા પામી છે. ગઇકાલે નોંધાયેલા કેસોમાંથી અડધો અડધ કેસો મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે ર,૯૪૦ નવા કેસો નોંધાયા છે. જે કોઇપણ રાજયમાં અત્યાર સુધી એક જ દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. દેશમાં કોરોનાના વધી રહેલા કેસોની સંખ્યા સામે કોરોના સામે જંગ ખેલીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૫૧,૫૩૮ એ નોંધાય છે જેથી દેશમાં કોરોના સામેનો રીકવરી રેટ વિશ્ર્વભરમાં સૌથી વધારે ૪ર ટકાએ પહોંચી જવા પામ્યો છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જે સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો દેશ માટે આ મુદ્દે સકારાત્મક સમાન પુરવાર થઇ રહ્યો છે. દેશમાં ગઇકાલે નોંધાયેા ૬,૩૩૯ નવા કેસોની કુલ કેસોની સંખ્યા ૧,ર૩,૦૮૧એ પહોંચી જવા પામી છે. જેમાંથી ત્રીજા ભાગના કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે જે દેશમાં સૌથી વધારે ૪૪,૫૮૨ કેસો છે

રાજયમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા કેસોની સંખ્યા ર૦૦૦ કરતા વધારે નોંધાવા પામી છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ રોયેએ આ મુદ્દે જણાવ્યું હતું કે રાજયમાં કોરોનાના વધતા કેસો સામે અને મુત્યુનું પ્રમાણ ઘટે તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે જેના ભાગરુપે કોરોનાના દર્દીઓને તુરંત સારવાર મળી રહે તે માટે ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડો અનામત રાખવા હુકમ કર્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારા માટે મુંબઇ જેવા શહેરોની વસ્તીની ગીચતાને જવાબદાર ઠેરવતા રોયેએ ઉમેર્યુ હતું કે રાજયમાં ૧૦ લાખની વસ્તીએ કોરોનાના ૩૩ર કેસો છે જયારે ૧૧દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે દેશમાં તમિલનાડુ ૧૪,૭૫૩

કેસો સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં બીજા નંબરે છે. ગઇકાલે રાજયમાં ૭૮૬ નવા કેસો નોંધાયા છે. જેમાંથી ચેન્નાઇ શહેરમાં ૫૬૯ નવા કેસો નોંધાયા છે. રાજયના ચીફ સેક્રેટરીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાા વધતા કેસોના પ્રવાહને તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી.

જેમાં ચેન્નાઇમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ બેડમાં વધારો કરવા: કેર સેન્ટરો અને કવોરન્ટાઇન સુવિધામાં વધારો કરવા જણાવ્યું હતું. દિલ્હીમાં ગઇકાલે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધારે ૬૬૦ નવા કેસો નોંધાયા હતા.

ઉત્તરપ્રદેશમાં ગઇકાલે ર૩ર નવા કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની ૫,૭૬૩ પહોંચી જવા પામી હતી. જેમાંથી અડધા ઉપરાંતના દર્દીઓને ડીસ્ચાર્જ  કરવામાં આવ્યા છે. બિહારમાં ગઇકાલે ૧૭૯ નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખયા ર૦૦૦ ને પાર થઇ જવા પામી છે. ઓરિસ્સામાં ૮૬ નવા કેસો સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧,૧૮૯ એ પહોંચી જવા પામી છે. ઝારખંડમાં દેશભરમાંથી આવેલા સ્થનાંતરીતોના કારણે છેલ્લા પાંચ દિવસમાં જ કોરોનાના ૧૦૦ કરતા વધારે કેસો નોંધાયા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં રર નવા કેસો નોંધાયા છે. દેશભરમાં ગઇકાલે કોરોનાથી ૧૪૦ દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. જેમાંથી ૬૩ મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ગુજરાતમાં ર૯ અને દિલ્હીમાં ૧૪ મૃત્યુ થવા પામ્યા છે.

કોરોનામાં હાઇડ્રોકસી કલોરોકિવન ‘બેઅસર’ મેડીકલ રીસર્ચમાં પુરવાર

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી કોઇ દવા શોધાય નથી ત્યારે અમેરિકા સહિતના દેશોમાં એન્ટી મેલેરીયલ દવા હાઇડ્રોકસી કલોરોકિવનનો કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગ થઇ રહ્યો છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોનાથી બચવા હાઇડ્રોકશન કવોરોકિવન દવાનું નિયમિત સેવન કરી રહ્યા છે.

તાજેતરમાં ભારત સરકારે પણ કોવિડ-૧૯ ની સારવાર માટે હાઇડ્રોકસી કલોરોકિવનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અમેરિકન મેડીકલ જર્નલ લાન્સેટમાં એક રીસર્ચ પેપર તાજેતરમાં રજુ થયું છે.કોરોના પોઝિટીવ ધરાવતા ૧પ હજાર દર્દીઓ પર થયેલા આ રીચર્સમાં એવું જોવા મળ્યું  છે કે હાઇડ્રોકસી કલોરોકિવન દવા લેવાથી કોરોનામાં કોઇ અસર થતી નથી. ઉલ્ટાનું કોરોનાના દર્દીઓને હાઇડ્રોકસી કલોરકિવન એકલી કે તેની સાથે એમીથ્રોમાયસીન અથવા ક્રલેરીથ્રોમાયસીન આપવાથી દર્દીઓને નુકશાન થઇ શકે છે.

આ રીચર્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ ના પ્રારંભિક લકક્ષણો સમયે હાઇડ્રોકસી કલોરોકિવન ખાવાનું થોડા ઘણા અંશે ફાયદાકારક છે. પરંતુ કોરોના ગંભીર તબકકે પહોંચી ગયા બાદ લેવાથી નુકશાન થઇ શકે છે. આ લેન્સેટના રીચર્સ પેપર અંગે ભારતની આરોગ્ય સંસ્થા આઇસીએમઆર સ્પષ્ટ કર્યુ છે દેશમાં કોરોના દર્દીઓને હાઇડ્રોકસી કલોરોકિવન આપવાનું ચાલુ રખાશે જેના પર પ્રતિબંધ મુકવાનો કોઇ ઇરાદો નથી.

જો વધારે ટેસ્ટ કરવામાં આવે તો વધારે પોઝિટીવ કેસો સામે આવે: ગુજરાત સરકાર

દેશમાં ફેલાયેલો કોરોનાના કહેરમાં ગુજરાતપણ બાકી નથી. તેમાં પણ રાજયનું અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની જવા પામ્યું છે. ત્યારે તાજેતરમાં રાજય સરકારે કોરોના પોઝિટીવ દર્દીઓને ડીસ્ચાર્જ કરવાની પોલીસીમાં તાજેતરમાં ફેરફાર કર્યો હતો. રાજય સરકારની નવી ડીસ્ચાર્જ પોલીસી મુજબ કોરોના પોઝિટીવ દર્દીને કોરોનાના લક્ષણો દેખાતા બંધ થઇ જાય તે બાદ કોરોનાની ટેસ્ટ કર્યા વગર ડીસ્ચાર્જ કરી દેવામાં આવે છે આ નવી પોલીસીથી ડીસ્ચાર્જ  થયેલા દર્દીઓ સમાજમાં માટે કોરોનાના કેરીયર બનવાની સંભાવના હોય એક અરજદારે રાજય સરકારની આ ડીસ્ચાર્જ પોલીસીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે આ રીટની સુનાવણી દરમ્યાન અરજદાર વતી સીનીયર એડવોકેટ  અંશીન દેસાએ દલીલો કરી હતી. રાજય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલો કરતા જણાવ્યું હતું કે કોરોનાના દરેક દર્દીઓને ડીસ્ચાર્જ કરતા પહેલા અને કોઇપણ પ્રકારના લક્ષણો ન ધરાવતા તેના પરિવારજનોની કોરોના ટેસ્ટ કરવામાં આવે તો અમદાવાદના ૭૦ ટકા લોકો કોરોના પોઝિટીવ આવી શકે છે. જેનાથી લોકોમાં માનસિક ડર ઉભો થવાની સંભાવના છે જે સામે અરજદારના એડવોકેટ દેસાઇએ દલીલ કરી હતી કે સરકાર શા માટે કોરોનાની વધારે ટેસ્ટો કરતા ડરી રહી છે. રાજય સરકારે મહારાષ્ટ્ર સરકારની જેમ ખાનગી હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડો કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા જોઇએ.

Loading...