Abtak Media Google News

૭૦ ટકાથી વધુ ઝડપે ફેલાતા કોરોનાના નવા કલરે બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં હડકંપ મચાવી દીધો છે. ઈગ્લેન્ડમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જાહેરાત કરતા જણાવ્યું કે, વધતા જતા કેસને લઈ આ નિર્ણય લેવાયો છે જે ફેબ્રુઆરીના મધ્ય સુધી લાગુ રહેશે. લોકોને ઘરમાં જ રહેવા વડાપ્રધાન જોન્સને અપીલ કરી છે. જો કે, જીવન જરૂરીયાત કામોને લઈ બહાર નીકળી શકાશે.

કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ લડવાનું છે જે લોકો ઘરે બેસીને કામ કરી શકે છે તેઓએ ઘરમાં જ રહેવું જરૂરી છે પણ વર્ક ફ્રોમ હોમ હોય શકય ન હોય તો ઓફીસ જનારાઓને છૂટ છે. તબીબી આવશ્યકતા, કસરત, જીમ માટે લોકોને બહાર નિકળવાની છૂટ છે. સ્કોટલેન્ડમાં પણ આજે મધરાતથી લોકડાઉન લાગુ થઈ જશે. વડાપ્રધાને કહ્યું કે હોસ્પીટલો અને ડોક્ટરો પર દબાણ વધી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં મૃતકોની સંખ્યા 20% વધી છે. બ્રિટનમાં કુલ 75000 લોકોના મૃત્યુ થયા છે.

બીજી તરફ યુરોપમાં જે દેશોમાં શાળા-કોલેજો ખોલવામાં આવી છે ત્યાં પણ ફરીથી બંધ કરવાની નૌબત આવી છે. બ્રિટનમાં સોમવારથી જ શાળાઓ ચાલુ થઈ હતી તે બંધ કરી દેવામાં આવી છે. કોરોનાનો નવો વેરીએન્ટ-યુરોપના 15 દેશોમાં ફરી વધ્યો છે. બ્રિટનમાં ફકત ટેક-હોમ ડીલીવરીનીજ માન્યતા અપાઈ છે. અન્ય શોપમાં પણ આ પ્રકારે કોન્ટેકટ લેસ- ડીલીવરીની વ્યવસ્થા કરાઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.