Abtak Media Google News

દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૭૫ હજારને પાર: ૩૧ ટકાનો રિક્વરી રેટ હકારાત્મક બાબત

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો છે. પરંતુ લોકડાઉનના કારણે મોટાભાગના ધંધા વ્યવસ્યા કે નોકરી માટે પોતાના વતન છોડીને દેશના બીજા ભાગોમાં વસેલા સ્થાતાતરીતો પોતાના વતન હીઝરત કરવા તલપાપડ બન્યા હતા. જેથી, તાજેતરમાં આ સ્થાનાતરીતોને તેમના વતન તરફી હીઝરત કરવાની છુટ આપવામાં આવતા દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું હોય તેમ માત્ર એક સપ્તાહમાં કોરોનાના કેસોની સંખ્યા ૭૫ હજાર નજીક પહોંચી જવા પામી છે. સતત વધતા કેસોની સંખ્યા વચ્ચે ગઇકાલે કોરોનાના નવા કેસોનું પ્રમાણ ઘટતા દેશ માટે રાહતના સમાચાર આવ્યા છે.

સતત બે દિવસ સુધી ચાર હજારની આસપાસ કોરોનાના નવા કેસો નોંધાયા બાદ ગઇકાલે કોરોનાના નવા કેસોની સંખ્યા ૩૫૪૩ નોંધાઇ હતી. આ નવા કેસોના કારણે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૭૪,૩૪૭ એ પહોંચી જવા પામી છે. જેથી, ભારત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વિશ્વભરના દેશોમાં ૧રમા ક્રમાકે પહોંચી જવા પામ્યું છે. ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારાની કેનેડાના સ્થાન પર પહોંચી જવા પામ્યું છે. જયારે હવે ભારત  કોરોનાના જનક મનતા દેશ ચીનથી એકક્રમાંક નીચે છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૧૦ર૬ કેસો નોંધાયા હતા. છેલ્લા છઠ્ઠા દિવસોમાં મહારાષ્ટ્રમાં ૮૯૦૨ કેસો નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજયમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪,૪૨૭ એ પહોંચી જવા પામી છે. જેમાંથી ૫૦૦૦ કરતા વધારે કેસો માત્ર મુંબઇમાં નોંધાયા છે. મુંબઇમાં ગકાલે ૪૨૬ નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૧૪,૫૨૧એ પહોંચી જવા પામી છે.

દિલ્હીમાં ગઇકાલે કોરોનાના ૪૦૬ નવા કેસો નોંધાયા છે. જેથી રાજયમાં કેસોની સંખ્યા ૭૫૦૦ એ પહોંચી જવા પામી છે. દિલ્હીમાં ગઇકાલે ૧૩ કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. મઘ્યપ્રદેશમાં ગઇકાલે કોરોનાના ર૦૧ નવા કેસો નોંધાયા છે. તમિલનાડુમાં ગઇકાલે ૭૧૬ નવા કેસો નોંધાયા જેમાંથી ચેન્નાઇમાં જ ૫૦૦ નવા કેસો બહાર આવ્યા છે. આ કેસો સાથે રાજયમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૮૭૧૮ એ પહોંચી છે. જયારે ૬૧ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં ગઇકાલે ૧૧ર નવા કેસો નોંધાયાં છે પરંતુ ૧૦ કરતા ઓછા કેસો હોય તેવા રાજયના ૪૧ ટકા જિલ્લાઓ હોય આ રાજયમાં સ્થિતિમાં કાબુમાં હોવાનું આરોગ્ય તંત્રનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.