Abtak Media Google News

જામનગરમાં બે દંપતી સહિત એક સાથે ૬ લોકો કોરોના પોઝિટિવ : ગ્રેઇન માર્કેટના મજૂરની પુત્રીને પણ ચેપ લાગ્યો

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય તેમ દિન પ્રતિદિન વાયરસના ફેલાવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આજ રોજ સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટ સહિત વધુ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં બે દંપતી સહિત વિદેશથી આવેલો યુવાન કોરોનાગ્રસ્ત જાહેર કર્યો છે. જ્યારે રાજ્યમાં ગઈ કાલે અત્યાર સુધીનો કોરોનાનો સર્વોચ આંક નોંધાયો છે. એક દિવસમાં વધુ ૪૯૨ પોઝિટિવ કેસ અને ૩૩ લોકોના મોત નિપજ્યા છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય છે. જામનગર અને રાજકોટ જિલ્લા સહિત કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થવા જોવા મળ્યો છે. રાજકોટના પડધરી ગામે આજ રોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે જામનગરમાં બે દંપતી સહિત કુલ ૬ લોકો કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે. જામનગરમાં મુંબઇથી આવેલા બે દંપતીના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા ચારેયને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લામાં એક દિવસમાં કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં દંપતી સિવાય અબુ-ધાબી થી આવેલા યુવાનને ક્વોરેઇન્ટઇન કરી રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈ કાલે ગ્રેઇન માર્કેટમાં ચા ના ધંધાર્થીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ધોરાજીથી માવતર આવેલી તેમની પુત્રીને ક્વોરેઇન્ટઇન કરી સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેનો પણ આજ રોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જામનગરમાં લોકલ ટ્રાન્સમિશનથી વધતા જતા કોરોના કેસ સામે આરોગ્ય વિભાગ ચિંતિત લાગી રહ્યું છે.

જૂનાગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેશોદમાં ૪૮ વર્ષના આધેડને શંકાસ્પદ લક્ષણો જણાવતા તેને સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા તેમને કોરોના સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે. આધેડના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોને ક્વોરેઇન્ટઇન કરવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથધરી છે.

રાજ્યમાં ગઈ કાલે કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંખમાં સર્વોચ આંકડો નોંધાયો છે. એક જ દિવસમાં રાજ્યમાં કુલ ૫૦૦  જેટલા કોરોનાગ્રસ્ત લોકો અને ૩૩ ને કોરોના વાયરસ ભરખી ગયાનું નોંધાયું છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૩ જિલ્લાઓમાં ૧૮,૬૦૯ કોરોના પોઝિટિવ કેસ અને ૧૧૫૫ ને કોરોના ભરખી ગયાનું જાણવા મળ્યું છે. અને રાજ્યના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.