Abtak Media Google News

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં પરીક્ષણ કરેલા ૫૫૯૨૪ કેસની તપાસ કરીને નીચેના ચિન્હો અને લક્ષણોની ટકાવારી તારવી છે

નોવેલ કોરોના એટલે નવો કોરોના જે ર૦૧૯નાં અંતમાં જોવા મળતા COVID-૧૯ નામકરણ થયું. તેની તપાસ આર.આર.ટી. પી.સી.આર. ચકાસણી, એન્ટિજન ચકાસણી તથા સીટી સ્કેનથી થઇ શકે છે. જેના લક્ષણો તાવ, કફ, શ્ર્વાસની તકલીફ વિગેરે હોય છે.

કોરોના વાયરસનું નામ પડતા જ લોકો કંપી ઉઠે છે.  વિશ્ર્વનાં ૧૯૬ થી દેશોમાં હાહાકાર મચાવ્યો છે. કુલ ત્રણ અબજથી વધુ લોકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે ત્યારે આ મહામારી કયારે પૂરી થાય તેની લોકો રાહ જોઇ રહ્યા છે. હાલ આની કોઇ રસી કે દવા ન હોવાથી સાવચેતી જાગૃતિ એજ રામબાણ ઇલાજ છે.

તાકાતવાળા વાયરસ વાત કરીએ તો ૧૯૬૭માં જર્મનીના મારબૂર્ગ શહેર પરથી જેનું નામ પડયું  જેનું નામ પડયું તે મારબૂર્ગ વાયરસ પ્રથમ ચર્ચામાં આવે છે ત્યારે આ વાયરસનો જેને લાગતો તે ૯૦ ટકા દર્દીઓ બચતા ન હતા.

૨૦૧૩ થી ૨૦૧૬ માં પશ્ર્ચિમી આફ્રિકી દેશોમાં ઇબોલા વાયરસે તરખાટ મચાવેલો ત્યારે હજારો લોકોના મોત થયા હતા. હમણા હમણાં હંટા વાયરસ ચર્ચામાં આવ્યો છે તેમાં પણ કોરોનાની જેમ ફેફસામાં ચેપ, તાવ અને કિડની ખરાબ થાય છે.

કુરતા, શિયાળ અને ચામચીડિયાના કરડવાથીરેબીજ વાયરસ ફેલાય છે. પાલતું જાનવરોને પણ આની રસી અપાય છે. પરંતુ શેરીઓમાં રખડતા શ્ર્વાસ મોટી સમસ્યા છે. આ વાયરસથી હડકવા ઉપડે તે દર્દીનું મોત નકકી થાય છે.

એઇડસ થવા માટે જે વાયરસ જવાબદાર છે તે એચ.આઇ.વી. એ પણ ૧૯૮૧ માં વિશ્ર્વમાં દેખા દેતા હાહાકાર મચાવ્યો હતો તો ભારતમાં ૧૯૮૬ માં પ્રથમ કેસ જોવા મળેલ આ વાયરસ પણ માણસની રોગ પ્રતિકારક શકિત ખતમ કરી નાખે છે.

શિતળા વાયરસનો પનારો માણસ સાથે જોવા મળેલ પ્રાચિન ઇતિહાસમાં ‘ચેચક’ પણ ખુબ જ પરેશાન કર્યા હતા. પણ ૧૯૮૦ માં વિશ્ર્વ આરોગય સંગઠન. વિશ્ર્વને રોગ કે વાયરસ મુકત જાહેર કર્યુ આ વાયરસને લઇને ભારત- આફ્રિકામાં ઘણી અંધશ્રઘ્ધા જોવા મળે છે.

ઇન્ફલૂએન્ઝા વાયરસ આજે પણ દુનિયામાં જોવા મળી રહ્યો છે. ઇ.સ. ૧૯૧૮ માં આ મહામારી ફેલાય ત્યારે દુનિયાની ૪૦ ટકા વસ્તી સંક્રળમિત થઇ હતી. આ વાયરસને ફલૂપણ કહેવામાં આવે છે. દુનિયામાં પાંચ કરોડ લોકોના મોત થયા હતા. આ વાયરસને સ્પેનિશ ફલૂ પણ  કહેવાય છે. ઇબોલા જેવા કે લક્ષણો ધરાવતા વાયરસ સામેની રસીની ૨૦૧૯માં અમેરિકાએ એ મંજુબી આપી છે. રોટા વાયરસ જે બાળકોમાં જોવા મળતો હતો.

૨૬ વર્ષ પહેલા સુરતમાં મસ્કી નામના રોગ ચાળાએ હાહાકાર મચાવ્યો હતો. વિશ્ર્વમાં ભલે અત્યારે નોવેલ કોરોના કહેર છે પરંતુ વિશ્ર્વનાં દેશોમાં વાયરસનો ઇતિહાસ ચોંકાવનારો છે વિશ્ર્વમાં એવા પાંચ વાયરસ પેદા થયેલો જેને કારણે કરોડો લોકોના મોત થયા હતા. ર૦મી સદીમાં ૧૯૧૮-૧૯ વચ્ચે સ્પેનિશ ફલૂએ મોતનું તાંડવ ખેલ્યું હતું. બાદમાં ૧૯૫૯-૧૯૬૮ ને ૧૯૭૦ સુધી આ વાયરસને કારણે લાખો લોકોના મોત થયા હતા. ચોથા રોગચાળામાં સાર્સ આવે છે જે ર૧મી સદીનો વાયરસ ગણાય છે. ૨૦૦૨માં દેખાયો ને ૮૦૦ લોકોના મોત થયા પરંતુ ૨૦૦૩માં તેને અંકુશ કરી લેવાયો

સાર્સએ કોરોના વાયરસનું સ્વરૂપ જ કહેવાય છે

૨૦૦૯માં વિશ્ર્વમાં પાંચમો વાયરસ સ્વાઇન ફલુ આવ્યો. ૨૦૧૦ થી શરુ કરીને ૨૦૧૫ સુધી તેમાંથી ૨૦૧૫ માં આ વાયરસનો કહેર વિશ્ર્વભરમાં જોવા મળ્યો હતો. આપણા દેશ આ એક જ વર્ષમાં સવા લાખ ઉપરના કેસો નોંધાયા હતા.

કોરોના વાયરસ કેટલાક વિષાણુ પ્રકારોનો સમુહ છે જે સ્તનધારી અને પક્ષીઓમાં જોવા મળે છે. આ આર.એન.એ. વાયરસ છે જે માનવીનાં શ્ર્વસન તંત્રને અસર કરે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આનુ નામ COVID-૧૯  રાખ્યું છે. લેટીન ભાષામાં કોરોનાનો અર્થ થાય છે. મુકુટ (ક્રાઉન) આ વાયરસના કર્ણો આજુબાજુ ઉભરેલા કાંટા જેવા હોય છે. ઇલેકટ્રોન સુક્ષ્મ દર્શીમાં તેના આકાર ‘મુકુટ’ જેવો હોય છે. આ વાયરસ પણ પશુઓ દ્વારા ફેલાયેલો છે.

રોગ સાથે લડે તે શરીરને વાયરસ નડતો નથી

વાયરસ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી તે પશુઓમાંથી માણસો સુધી પહોચ્યો હોય તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિ ના એક જીવમાંથી માણસો સુધી પહોચ્યો હતો જો કે છેલ્લા વર્ષોથી તબીબી વિકાસ જાગૃતિ ને લીધે હવે મહામારીમાં થતા મૃત્યુ આંકનો દર ઘટાડી શકાયો છે.

અત્યારના કોરોના જેવો જ વાયરસ ર૦૦ર માં ચીનમાં જોવા મળેલ. સાર્સ ( SARS  સિવિયર એકયુર રેસ્પિરેટરી સિન્ડ્રોમ) ત્યારે સાર્સ કોરોના વાયરસ પણ ચર્ચામાં આવ્યો હતો. ૧૮૮૯-૯૦ નો ફલૂ, ૧૯૧૮માં ભયંકર ફલૂ, ૧૮૫૨ થી ૬૦ ત્રીજો કોલેરા, ૧૯૧૦-૧૧ છઠ્ઠો કોલેરા, ૧૪મી સદીનો પ્લેગ, બીજી અને છઠ્ઠી સદીનો પ્લેગ, ૨૦૦૯-૧૦ ચેપી તાવ એટલે કે ઇન્ફલૂએન્ઝા, ૨૦૧૦ માં મેલેરીયા એ પણ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો હતો.

કોરોના વાયરસ એ એક પરિવાર છે.  અને તેને વારંવાર એની હાજરી બતાવેલ છે. ચીન માં અને ત્યાં થી સમગ્ર વિશ્વ માં ફેલાયેલ આ વાયરસ ૨૦૧૯ નું નવું મ્યુટેશન (ભિન્નતા) હોવાથી તેને નોવેલ અથવા કોરોના વાયરસ ૧૯.  કોવિડ ૧૯ નામ આપવા માં આવ્યું છે.વર્ષો પહેલા આ વાયરસ ફલૂ વાયરસ નામથી ઓળખતો હતો.  તે પ્રાણીઓમાં થી પણ મનુષ્ય માં આવી શકે છે .

Screenshot 1 44

કોરોના વાયરસ જાનવરોમાં પણ જોવા મળે છે

કોરોના વાયરસ સામાન્ય વાયરસ છે. જે માણસો અને જાનવરોમાં જોવા મળે છે. ૧૯૩૦માં પહેલી વખત તેની જાણ થઈ હતી. તે સમયે વાયરસ ઘરેલુ મરઘીઓમાં જોવા મળ્યો હતો. જાનવરોમાં કોરોના વાયરસ શ્વસન, આંતરડા, યકૃત વગેરે સમસ્યાનું કારણ બને છે. માત્ર સાત કોરોના વાયરસ એવા છે જે માણસોમાં બીમારી ફેલાવે છે. ચાર કોરોના વાયરસને કારણે માણસોમાં સામાન્ય શરદી અને ખાંસીની સમસ્યા રહે છે.

નવો વાયરસ

તેનું નામ ૨૨૯ઈ, ઓસી૪૩, એનએલ૬૩ અને એચયુકે૧ છે. જ્યારે ત્રણ કોરોના વાયરસ માણસોના ફેફ્સામાં ગંભીર સંક્રમણ પેદા કરે છે. જે ૨૦૦૨માં સાર્સ-સીઓવી, ૨૦૧૨માં મર્સ-સીઓવી અને હાલમાં કોવિડ-૧૯ છે. નોવેલ કોરોના વાયરસનો મતલબ છે કે તે નવો વાયરસ છે. તે એ વાયરસોથી અલગ છે જે પહેલા માણસોમાં ક્યારેય જોવા મળ્યો નહોતો.. નોવલ કોરોના જૂનોટિક   (zoonotic) બીમારી જેવી છે જે જાનવરમાં હોય છે. અને જાનવરમાંથી માણસમાં ફેલાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.