“કોરોના વોરિયર્સ ઝિંદાબાદના નારા સાથે આરોગ્ય કર્મીઓનું અદકેરૂ સન્માન

લઈને આજદિન સુધી કોરોનાથી પ્રભાવિત છે. ત્યારે પ્રથમ કેસથી લઈને આજદિન સુધી આરોગ્ય કર્મીઓ પણ કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરી રહ્યા છે. તેમની આ ઉમદા કામગીરીને બિરદાવવા માટે રાજકોટ માહિતી કચેરી દ્વારા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ ભાઈઓ જાવેદભાઈ પઠાણ, અલ્પેશભાઈ ગાબુ, સોહિલ ભટ્ટી, રસિક બગડા, મહમદજુનેદ શેખ, તુષાર રૈયાણી, સચીન મકવાણા, સૂર્યકાંત પરમાર, મહમદ રિયાઝ બુખારી, વિજય શેખરવા, રાહિલ ભટ્ટી, રાકેશ ડાભી, ધર્મેશ બાવળીયા, સંદિપ મકવાણાનું “કોરોના વોરીયર્સ ઝિંદાબાદ નારા અને તાલીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લાના અલગ અલગ પી.એચ.સી કેન્દ્રોમાંથી આવીને જંગલેશ્વરમાં ફરજ નિભાવી ચુકેલા ૧૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સોનું રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત નિયામક રાજેન્દ્ર રાઠોડ અને નાયબ માહિતી નિયામક નિરાલા જોશીએ શબ્દો દ્વારા તેમની કાર્યનિષ્ઠા અંગે શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ એશોસિએશનના પ્રમુખ જાવેદભાઈ પઠાણે માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ઋજુતા અને સત્કારની લાગણીનો આભાર માન્યો હતો અને હેલ્થ વર્કર્સ ભાઈઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.

આ તકે કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા અને જગદીશ સત્યદેવએ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સનું તેમના બેઠક સ્થળ પર જઈને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ માહિતી કચેરી તરફથી દરેક હેલ્થ વર્કર્સને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

Loading...