દેશમાં કોરોનાની રસી તૈયાર:૧૫મી ઓગષ્ટે બજારમાં આવશે ?

ભારત બાયોટેક બનાવી છે ‘કોવોક્ષીન’:૭મીથી શરૂ થશે માનવીય પરીક્ષણ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાને નાથવા વિવિધ દેશોનાં અવનવા અખતરા, સંશોધન થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં આગામી દોઢેક માસમાં કોરોનાનવી રસી બજારમાં આવી જશે વિશ્ર્વમાં કોરોના સામેની કદાચ આ પ્રકારની રસી પ્રથમ હશે.

દેશની દવા કંપની ભારત બાયોટેક કોલાક્ષીન નામની વસી તૈયાર કરી છે. આ રસીનું ૭ જુલાઈથી માનવ પરીક્ષણ શરૂ કરાશે માનવ પરીક્ષણ સફળ થયા બાદ તેને ભારત બાયોટેક તથા આઈસીએમઆર દ્વારા બજારમાં મૂકવામાં આવશે.

આઈસીએમઆરે જણાવ્યા મુજબ ૭ જુલાઈથી આ રસીના માનવ પરીક્ષણ માટે નોંધણી શરૂ કરાશે અને જો માનવ પરીક્ષણમાં આ રસી સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી બજારમાં મળશે. અત્યારની સ્થિતિ જોતા ભારતમાં આ પહેલી સ્વદેશી રસી હશે કેટલાક દિવસો પહેલા હૈદ્રાબાદની ફાર્માકંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોલેક્ષીન માટે પ્રથમ અને બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે.

કંપનીએ એ વખતે જણાવ્યું હતુકે, કલીનીકલ ટ્રાયલનું કામ જુલાઈના પ્રથમ અઠવાડીયાથી શરૂ થશે. અત્ર એ યાદ આપીએ કે ભારત બાયોટેકને રસી બનાવવાનો જૂનો અનુભવ છે.

ભારત બાયોટેક અગાઉ પોલીયો, હડકવા, રોટાવાયરસ, જાપાની ઈન્સેફેલાઈરસ, ચીકનગુનીયા અને ઝાડા વાયરસ માટે રસી બનાવી છે. માનવીય પરીક્ષણ ૭ જુલાઈથી શરૂ થશે અને ત્યારબાદ તબકકાવાર પરીક્ષણ હાથ ધરાશે. આ તમામ તબક્કે પરીક્ષણ સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી દેશની બજારમાં ઉપલબ્ધ થશે.

Loading...