Abtak Media Google News

દેશભરમાં શનિવારે ૭૫ હજાર ૪૭૯ કેસ નોંધાયા હતા જેની સાપેક્ષે ૮૧ હજાર ૬૫૫ દર્દી સાજા થયા

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ભારતની સાપેક્ષમાં વાત કરવામાં આવે તો એક સમયે પુરપાટ ઝડપે વધતો જતો કોરોનાનો કહેર આરોગ્ય તંત્ર માટે પડકારજનક નીવડી રહ્યું હતું પણ હવે અમુક અંશે કોરોનાના કહેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે સાથે સાથે રિકવરી રેટમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેવા રાહતના સમાચાર મળી રહ્યા છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરી એકવાર ઘટાડો થયો છે. શનિવારે ૭૫ હજાર ૪૭૯ કેસ નોંધાયા હતા જેની સાપેક્ષે ૮૧ હજાર ૬૫૫ દર્દી સાજા થયા હતા જેને ધ્યાને લેવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે સંક્રમિત દર્દીની સંખ્યાની સાપેક્ષે રિકવર થનારા દર્દીઓનો આંકડો હવે વધી રહ્યો છે. સમગ્ર દેશમાં ૯૩૭ લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં ૭૧૧૬નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર ૧.૬% થયો છે. તેમા પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, પ. બંગાળ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં મૃત્યુદર ૨થી ૩% છે.

દેશમાં અત્યાર સુધીમાં ૬૫ લાખ ૫૩ હજાર કેસ નોંધાયા છે. તેમા ૫૫ લાખ ૯ હજાર લોકો સાજા થઈ ગયા છે. જ્યારે ૯ લાખ ૩૭ હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે આ આંકડાં covid19india.orgમુજબ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ૧૮૭ દિવસો એટલે કે આશરે ૩ મહિનાના સમયગાળા બાદ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ૨૬ દિવસમાં સૌથી ઓછા  સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત હવે રાજ્યમાં કોરોનાથી થતી મોતની સંખ્યા હવે ફક્ત એક આંકડામાં આવી ગયો છે. રાજ્યના મુખ્ય શહેરોના આંકડાને ધ્યાને લેવામાં આવે તો સુરતમાં નવા ૨૮૩, અમદાવાદમાં ૧૯૧, રાજકોટમાં ૧૫૨, વડોદરામાં ૧૩૩ જ્યારે જામનગરમાં ૯૨ નવા કેસ સામે આવ્યા છે. જેની  સામે સુરતમાં ૨૭૩, અમદાવાદમાં ૨૭૨, રાજકોટમાં ૧૭૭ અને વડોદરામાં ૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આંકડાઓ જોતા કહી શકાય કે, સંક્રમિત દર્દીઓની સામે સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા હવે વધુ જોવા મળી રહી છે.

અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો શનિવારે બિહારમાં  ૯૮૩ નવા કેસ નોંધાયા જેની સામે ૧૪૩૧ દર્દી સાજા થયા, જ્યારે બે સંક્રમિતોના મોત થયા. મહારાષ્ટ્રમાં ૧૪૩૪૮ નવા કેસ નોંધાયા જ્યારે ૧૬૮૩૫ દર્દી સાજા થયા. ઉત્તરપ્રદેશમાં ૩૬૩૧ નવા કેસ નોંધાયા જ્યારે ૪૮૬૦દર્દી સાજા થયા. રાજસ્થાનમાં ૨૧૫૦ નવા કેસ નોંધાયા જ્યારે ૨૦૦૦ દર્દી સાજા થયા.

મધ્યપ્રદેશમાં ૧૮૧૧ નવા કેસ નોંધાયા, ૨૧૦૧ દર્દી સાજા થયા. તમામ આંકડા જોતા ચોક્કસ કહી શકાય કે, હવે દેશમાં કોરોના પર નિયંત્રણ મેળવાઈ રહ્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યાની સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા વધુ છે અને મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.