Abtak Media Google News

જેતપુરના રેશમડી અને પાટડીના ઝેઝરા ગામે વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના ગ્રસ્તની સંખ્યા સામે રિકવરી વધુ : એક દિવસમાં ૪૫૪ લોકોએ આપી કોરોનાને મ્હાત

કોરોના કોવિડ ૧૯ ની મહામારી દિનપ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહી છે. ખાસ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના સંક્રમણના કેસ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.રાજકોટના ૧૧ તાલુકામાં અત્યાર સુધી કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે આજ રોજ જેતપુરના રેશમડી ગામે પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. જયરર પાટડીના ઝેઝરા ગામમાં સાગર્ભને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા સામે રિકવરી થતા લોકોની સંખ્યા વધુ નોંધાઈ છે.

રાજકોટમાં જેતપુર તાલુકાના રેશમડી ગામે રહેતી ૩૮ વર્ષની મહિલાને તાવ અને ગળામાં દુખાવો થતા તેણીએ પ્રાથમિક આરોગ કેન્દ્રમાં સારવાર માટે ગયા બાદ મહિલાને શંકાસ્પદ જાહેર કરી ગોંડલ લોહીના સેમ્પલ લેવા માટે મોકલવામાં આવી હતી. જ્યાં તેણીનો રિપોર્ટ આજ રોજ મોડી રાતે કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગની ચાર ટિમ રેશમડી ગામે દોડી ગઈ છે. રેશમડી ગામની ૩૦૦૦ની વસ્તીમાં આસપાસના વિસ્તારને ક્વોરેઇન્ટઇન કરી સેનીટાઇઝિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને એક યુવાનનું મોત નિપજ્યું છે. કુલ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજ રોજ રેશમડી ગામે આવેલી ૩૮ વર્ષની મહિલા પણ કોરોના સંક્રમણમાં આવતા આરોગ્ય વિભાગ રેશમડી ગામે દોડી ગયું છે. રાજકોટ રૂરલ વિસ્તારમાં જસદણમાં સૌથી વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ અને ધોરાજીમાં ૪ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.

ઝાલાવાડ પંથકમાં પણ પાટડી તાલુકાના ઝેઝરા ગામે વધુ એક કોરોના રીપોટઁ પોઝિટીવ આવ્યો છે.જેમાં પાટડીના ઝેઝરા ગામના સગભાઁ મહિલાની રીપોટઁ  કરાવતા તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.પાટડી તાલુકામા બે દિવસ પહેલા અખીયાણા ગામના યુવકનો રીપોટઁ પણ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ આજ રોજ પાટડીના ગ્રામ્ય વિસ્તારમાં સગભાઁ મહિલાની રીપોટઁ પોઝિટીવ આવતા પાટડી પંથકમાં બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલ મહિલાને સારવાર અથેઁ હોસ્પીટલ ખાતે ખસેડાયા.પાટડી તાલુકા આરોગ્ય તંત્રે મહિલાની હિસ્ટ્રી તપાસી અન્ય લોકોને ક્વોરેઇન્ટઇન કરવાની તજવીજ હાથધરી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના પોઝિટિવ કેસ કરતા રિકવરી મેળવી ઘરવાપસી કર્યાની સંખ્યા વધુ નોંધાઈ છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૩૬૭ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. અને ૨૨ લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૫,૫૬૨ પોઝિટિવ કેસ અને ૯૬૦ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૪ લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી ઘરે સાજા થઈ પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૬,૬૧૭ એક્ટિવ કેસ અને કુલ ૮૦૦૧ દર્દીઓએ કોરોનાં સામેની જંગ જીતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.