કોર્પોરેશન દ્વારા કાલથી 7 સ્થળોએ  કોરોના ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે

કોરોનાની ચેઈન તોડવા શહેરીજનો ને સહયોગ આપવા મહાપાલિકાની અપીલ

કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવારાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આવતી કાલથી  સાત સ્થળો પર ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. જ્યા લોકોને વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવીડ-19 ટેસ્ટીંગ વ્હીકલ, ડોર-ટુ-ડોર સર્વેલન્સ જેવી સેવાઓ કાર્યરત છે.રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે.ત્રણ દિવસમાં 400 થી વધુ સર્વેલન્સની ટીમ દ્વારા 55211 ઘર  કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા. 50 ધનવંતરી રથ દ્વારા  26210 વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ 4941 વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.  104 હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ 283 ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે. હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્વારા કાર્યરત 26 સંજીવની રથ દ્વારા  1484 ઘર  કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.આવતીકાલથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન ઓફીસ, ત્રિકોણબાગ, કિશાનપરા ચોક,  પેડક રોડ  બાલક હનુમાનની જગ્યા પાસે, રૈયા ચોકડી,  કે.કે.વી. હોલ અને બાલાજી હોલ પાસે  150 ફૂટ રીંગ રોડ ખાતે ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવશે. જ્યાં  આરોગ્ય શાખાની ટીમ દ્વારા સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ ખાતે લોકોને વિનામુલ્યે કોરોના અંગેનો એન્ટીજન ટેસ્ટ તેમજ તેમના શરીરનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ ચેકઅપ કરી આપવામાં આવશે. લોકો પોતાની સલામતી અને સ્વાસ્થ્ય માટે એન્ટીજન ટેસ્ટ કરાવે અને વહેલી સારવાર મેળવે તે માટે મહાનગરપાલિકાએ આ વ્યવસ્થા કરી છે.

લોકોની અવર જવર થતી હોય અને લોકોને ટેસ્ટીંગ માટે સરળતાથી સ્થળ મળી શકે તેવા આશયથી ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. વધુને વધુ લોકો પોતાનું ટેસ્ટીંગ કરાવે અને કોરોનાનું નિદાન કરાવી પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરે. કોરોનાની ચેઈન તોડવા માટે મદદ રૂપ બને. પ્રાથમિક તબક્કામાં કોરોના સામે સારવાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામુલ્યે ટેસ્ટીંગ કરી નિદાન કરવાનું આયોજન કરેલ છે.

Loading...